ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાના સ્તુતિ દિવસની સમગ્ર વિશ્વમાં બ્રહ્માકુમારીઝ સેન્ટરો દ્વારા વિશેષ ઉજવણી કરાઇ રહી છે ત્યારે ઝાડેશ્વર ખાતે આવેલા અનુભૂતિ ધામ ખાતે પણ શાંતિ સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી તથા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓ કોરોના ગાઈડલાઇન અનુસરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો તથા અન્ય લોકોએ ઓનલાઇનના માધ્યમથી પણ સંપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ ફરી માથું ઊંચક્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં કોરોનાથી કેવી રીતે રક્ષણ મેળવી પોતાનો તથા બી જાનો બચાવ કરાય તે બાબતની પણ આજરોજ માહિતી બ્રહ્મકુમારી પરિવાર દ્વારા પુરી પાડવામાં આવી હતી તથા આજે પ્રજાપિતા બ્રહ્મા બાબાના સ્મૃતિ દિવસે શાંતિ સ્તંભની સ્થપના પાસે ઝાડેશ્વર અનુભૂતિ ધામ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેન્ટરના પરિવારના ભાઈ-બહેનોએ વિશેષ પ્રાર્થનાઓ પણ કરી હતી કે આવી મહામારીથી સમગ્ર વિશ્વ મુક્ત થાય તથા સમગ્ર વિશ્વમાં લોકોના સ્વાસ્થ્ય નિરોગી રહે તેવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી.
જાન્યુઆરી મહિનો અને એમાં પણ 18 જાન્યુઆરી બ્રહ્મકુમારીઝ દ્વારા આખા વિશ્વમાં તપસ્યા ત્યાગ અને સંસ્થાના સ્થાપક શ્રી બ્રહ્મા બાબાની પુણ્યતિથિ તરીકે સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે તે દરમિયાન બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના નિયમિત અભ્યાસ કરતાં રાજયોગી ભાઈઓ બહેનોએ ભરૂચ સબજોણના સંચાલિકા આદરણીય બ્રહ્માકુમારી પ્રભા દીદીજીના સાનિધ્યમાં સવારે છ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી પ્રાર્થના યોગ તપસ્યામાં પરમાત્માની સ્મૃતિમાં રહી સમર્થન સંકલ્પો કર્યા છે જે વિશ્વમાં કોરોના મહામારીમાથી મુક્ત થાય, વિશ્વમાં શાંતિ સ્થપાય તેમજ સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન થાય તે માટે મેડિટેશન યોગ કાર્યક્રમ કરેલ છે. આદરણીય પ્રભાદિદિજીએ ભરૂચના નગરજનોને પણ આજના દિવસે અપીલ કરી છે કે તેઓ પણ રાજયોગ મેડીટેશન શીખે અને પોતાના પરિવારમાં સુખી શાંતિ લાવે.