Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

વડોદરા ની સ્ટાર ટુર્સ ટ્રાવેલ્સના સંચાલકો એ વિદેશ ટુર ના બહાને ભરૂચ ના ૨૨ વડીલો ને રૂ.૨૬.૮૪ લાખ નો ચૂનો ચોપડી ફરાર થતા ભરૂચ ના વડીલો ના લાખ્ખો રૂપિયા ઠગાયા હતા …

Share

::-વૃધ્ધાવસ્થામાં પોતાની આજીવનની કમાઈ ભેગી કરી વિદેશ ટુર ના સ્વપ્ન સેવતા ભરૂચ ના ૨૨ જેટલા સિનિયર સિટીજન યુગલોને નિશાન બનાવી વડોદરા કારેલીબાગ સ્થિત સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંચાલકો એ રૂપિયા ૨૬ લાખ ઉપરાંત નું ફુલેકું ફેરવી જતા ચકચાર વ્યાપી જવા પામી છે….
કરેલી સ્થિત સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પરિન ઉર્ફે પુલિન ઠક્કર.મનન શાહ .તેમજ નિર્મલ વ્યાસ નામ ના ઈસમોએ દુબઇ સહીત વિદેશ પ્રવાસની લોભામણી જાહેરાતો કરી ભરૂચ ના બિપિન ચંદ્ર બાબુ ભાઈ જગદીશ વાલા ઉ.વ.૬૦ રહે મજમુદાર એસ્ટેટ.સેવાશ્રમ સામે ભરૂચ સહીત ભરૂચ ના અન્ય ૨૨ જેટલા સિનિયર સિટીજન યુગલો ને ૭ દિવસઃ અને ૬ રાત્રી દુબઇ રોકાણ સાથે ભરૂચ.દુબઇ.ભરૂચ ની ટુર પેકેજ ના લાલચ માં ફસાવી ત્યાર બાદ સ્ટાર ટુર ટ્રાવેલ્સ ના સંચાલકો એ ૨૨ યુગલોના કપલ દીઠ રૂપિયા ૧ લાખ ૨૨ હજાર બે તબકકે ઉઘરાવ્યા હતા જેમાં વૃધ્ધ યુગલો એ એકાઉન્ટ પે ચેક બનાવવા જણાવતા ગઠિયા પરિન ઉર્ફે પુલિન ઠક્કરે તેઓને અકબર ટ્રાવેલ્સ ઓફ ઇન્ડિયા પ્રા.લી તેમજ બિન્દ્રા હોલી ડે સ્ટાર ટૂર અને રુત્વા હોલિડેઝ સહીત અલગ અલગ કંપની ના ચેકો બનાવી રૂપિયા ૨૬ લાખ ઉપરાંત ની રકમ ખંખેરી લઇ ટુર ની નિર્ધારિત તારીખ ના અંતિમ ક્ષણ સુધી વોટ્સપ ઉપર ખોટી વિજા દર્શાવી ગેરમાર્ગે દોરી અંતે રાતોરાત સ્ટાર ટુર એન્ડ ટ્રાવેલ્સ નું ઉઠમણું કરી પલાયન થઇ જતા વૃધ્ધાવસ્થા માં પોતાના જીવનના સાથી સાથે વિદેશ પ્રવાસના સ્વપ્ન સેવતા ૨૨ જેટલા પરિવારો માં સોંપો પડી જવા પામ્યો હતો…….

Share

Related posts

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન માં યુવાન ને મારમારી ને પોલીસે નિર્દયતા નો પરીચય આપ્યો છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના બાર એશોસીએશનની ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.

ProudOfGujarat

ગુજરાતના દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત મંદિરોમાં કૃષ્ણજન્મની તૈયારી પુરજોશમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!