આમોદ પોલીસે લૂંટની કોશિશ કરતા લૂંટારુઓને ઝડપી પડ્યા હતા. આ અંગે વિગતે જોતા પોલીસ મહાનિરિક્ષક એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇવે ઉપર બનતા લુંટના બનાવો શોધી કાઢવા તેમજ રોકવા બાબતેની સુચના આધારે ગઇ તા.૧૬/૦૧/૨૦૨૨ ના રોજ રાત્રીના ત્રણેક ઇસમો મોટરસાયકલ પર તણછા ગામ નજીક આવેલ ગોપાલ હોટલની નજીકમાં હાઇવે રોડ ઉપર પથ્થરમારો કરી વાહનચાલકો પાસેથી રૂપિયા તથા અન્ય ચીજવસ્તુની લુંટ કરી રહયા હોવાની જાણ પોલીસને થતા તુરત પો.સ.ઇ તથા પોલીસ માણસો સાથે સદર જગ્યાએ જઇ એક છટકુ ગોઠવવામાં આવેલ હતું. આ છટકાની કામગીરીમાં પોલીસ છુપી રીતે રોડ પર નિકળતા વાહનોને જોતી હતી તે દરમ્યાન મળેલી બાતમી મુજબના ત્રણ જેટલા ઇસમો હાથમાં પથ્થર સાથે રોડ તરફ આવી રોડ ઉપર જતા વાહનોને રોકવાની કોશિષ કરી પથ્થરમારો કરતા હતા. આ તકને પોલીસ દ્વારા ઝડપી લઇ આરોપીને પોલીસ માણસોથી થતી લુંટને અટકાવવા આરોપીઓને પકડવા પીછો કરવામાં આવ્યો તે દરમ્યાન ત્રણ ઇસમો પૈકી એક ઇસમને દોડી પકડી પાડી આમોદ પો.સ્ટે લાવી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ હાઇવે પર થતી લુંટને અટકાવવા પોલીસે તેમની સમય સુચકતા વાપરેલ છે. પકડાયેલ આરોપી સૈફ શહીદ નસીબ ખાન જાતે – મુસ્લીમ રહે- કેરવાડા, ખાન ફળીયુ તા.આમોદ જી.ભરૂચ વોન્ટેડ આરોપીઓ મોઇન મકસુદ અમરસંગ રાણા, અજીમ જલાલુદ્દીન ફતેસિંહ રાણા, ફિરોઝ ઇમ્તિયાઝ પઠાણ તમામ રહે- કેરવાડા તા.આમોદ જી.ભરૂચને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
હાઈવે પર પથ્થર મારો કરી લૂંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ.
Advertisement