ભરૂચમાં ફિલ્મી ઢબે કારચાલક પોલીસપુત્ર અને સાથી મિત્ર પણ નિવૃત પોલીસ પુત્ર એ કસક વિસ્તારમાં રાત્રીના સમયે પૂરઝડપે કાર હંકારી રીક્ષા સહિત 5 વાહનોને અડફેટમાં લઈ 3 કરતા વધુ વ્યક્તિઓને ઇજા પહોંચાડી હતી પુરઝડપે હંકારતી કારના ચાલકની કાર પલટી મારી ગઇ હતી અને કારચાલક ગાડીમાંથી નીકળી ભાગી ગયો હતો. પરંતુ સી ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
ભરૂચના કસકથી ઝાડેશ્વર તરફના રોડ ઉપર એક કાર ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી 5 કરતા વધુ વાહનોને અડફેટે લીધા હતા જેમાં બે વાહન ચાલકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં રિક્ષાચાલક યોગેશ લીમ્બચીયાને ડાબા પગ અને જાંઘ ઉપર ગંભીર ઈજા થતાં ફેક્ચર થયું હતું અને કમરમાં પણ મણકામાં ફેક્ચર અને નાકના ભાગે ફેક્ચર થયું હતું જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ રીક્ષામાં સવાર તેમની પત્ની અમિતાબેનને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ભાણી વિશ્વાબેનને પણ ઇજા થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતમાં ત્રણ જેટલી મોટરસાયકલ એક રીક્ષા તથા એક સફેદ કલરની કાર મળી પાંચ જેટલા વાહનોને મોટું નુકસાન થયું હતું અને પુર ઝડપે આવેલી લાલ કલરની કારે અકસ્માત બાદ પલટી મારી ગઈ હતી જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા કારચાલક નિવૃત પોલીસ પુત્ર જયસુખ ઉર્ફે જય લાલજીભાઈ લુહાર રહે. રચના નગર – 3 હોવાનું સામે આવતા તેની ધરપકડ કરાઇ હતી. જ્યારે તેની સાથે કારમાં સવાર દેવાંગ ચંદ્રકાન્ત મહેતા રહે. જ્યોતિ નગર ભોલાવ ગામ ભરુચ નાઓ પણ નિવૃત્ત મહિલા પોલીસ કર્મીનો પુત્ર હોવાનું જણાયું હતું. જે બન્નેની સી ડિવિઝન પોલીસે કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરી હતી. વધુ તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે. આ સાથે બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશનનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે.