Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ શહેરના ન્યુ આનંદ નગરના મકાનમાંથી રૂ.94 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે જુગારીયાઓને ઝડપી પાડતી પોલીસ.

Share

ભરૂચ નગરના ન્યુ આનંદ નગર વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી મળેલ બાતમીના આધારે પોલીસ તંત્ર રૂપિયા 94 હજાર કરતાં વધુનો મુદ્દામાલ પકડી આઠ જુગારીયાઓ સામે કાર્યવાહી કરેલ છે. એ ડિવિઝન પોલીસ તંત્ર દ્વારા કરાયેલ જુગારની રેડમાં અંગ જડતીના તથા દાવ પરના રોકડા રૂપિયા 21000 તથા મોબાઈલ નંગ-7 કિંમત રૂપિયા 13000, મોટરસાયકલ નંગ-3 કિંમત રૂપિયા 60,000 મળી કુલ મુદ્દામાલ 94,150 જપ્ત કરાયો હતો. ઝડપાયેલા આરોપીઓમાં (1) મોહમ્મદ ઇમરાન શબ્બીર મિયાગામવાલા (2) મોહમ્મદ નિઝામ ઈકબાલ બિસ્કીટવાલા (3) મોહમ્મદ સોહેલ શબ્બીર હુસેન ઘડિયાળી (4) પીર મોહમ્મદ મોહમ્મદભાઈ લાડુ (5) મોહમ્મદ અકરમ ઈસ્માઈલ ફ્રુટવાલા (6) મોહસીન હુસેન અબ્દુલ રહીમ લાલ (7) મુસ્તકીમ ગુલામ ભામજી (8) મિયા મોહમ્મદ યુસુફભાઈ લોખંડવાલા આ તમામ જુગારિયાઑ સામે એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Share

Related posts

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત.

ProudOfGujarat

HTAT(મુખ્ય શિક્ષક )ને મૂળ શાળામાં સેટઅપ મુજબ મુકવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

શામળાજીની રતનપુર બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ, 31 ડિસેમ્બરને લઇને પોલિસ એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!