Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ – વલણ માર્ગ ઉપર સ્વિફ્ટ ડિઝાયર કાર પલ્ટી જતાં કાર ચાલકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજયુ.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ માર્ગ પર ગત રાત્રીના સ્વિફ્ટ ડિઝાયર કાર પલ્ટી જતાં કાર ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સુત્રિય માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ નગરના અહમદનગર વિસ્તારમાં રહેતા હનીફ ભાઈ સલીમભાઈ પટેલ પોતાના મિત્ર સામીન રફીક મલેક સાથે કાર લઈને વલણ ગામે જવા નીકળ્યા હતા. ત્યારે વલણથી પરત પાલેજ આવતી વેળા વલણ હોસ્પિટલ અને વલણ રેલવે ફાટક વચ્ચે આવેલા વળાંક પાસે અચાનક એક ભૂંડ આવી જતા કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક હનીફભાઈને માથાના તથા મોઢાના ભાગે ઇજા થતા તેઓને વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન હનીફ ભાઈનું મોત નિપજવા પામ્યું હતું. કારમાં સવાર સામીનને મૂઢ માર વાગ્યો હતો. અકસ્માતમાં કારને ખુબ મોટુ નુકસાન થવા પામ્યું હતું, કારના આગળ તથા પાછળના ભાગને મોટુ નુકસાન થયું હતું. હનીફભાઇના મોતના સમાચારથી અહમદ નગર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવ સંદર્ભે કરજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલમાં યોજાયેલ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં ધી ચાંચવેલ હાઈસ્કૂલે કૃતિમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચની કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે ઝુક્યા.RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા તૈયાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!