ભરૂચ બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે વિગતે જોતા ભરૂચ શહેરમાં બંબાખાના નજીક વસંતનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો.
આ બનાવ અંગે વિગતે જોતા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા મકરસંક્રાતીના તહેવારને ધ્યાને રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તથા પ્રોહીબિશનની બદીઓ ડામવા પ્રોહીબિશન અને જુગારની સ્પેશિયલ ડ્રાઇવ આપી ડ્રાઇવ દરમ્યાન અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. ભરૂચ લોકલ કાઇમ બ્રાચની ટીમ મકરસંક્રાતીના તહેવાર નિમીત્તે ભરૂચ શહેરમાં બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલિંગમાં હતી દરમ્યાન, મળેલ બાતમી આધારે ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં બંબાખાના સર્કલ નજીક વસતનગર સોસાયટીમાં પ્રોહીબિશનની રેઇડ કરી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ -૧૫ર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ ૩૧,૬૦૦ /- નો કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા અંગે ભરૂચ શહેર ” બી ” ડીવીઝન પો.સ્ટે . સોંપવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ -૧૫૨ કી રૂ -૨૫,૦૦૦, મોબાઈલ ફોન – કુલ મુદામાલ કિં.રૂ. 30,000 જપ્ત કરવામાં આવેલ છે. જયારે આરોપી રાજુ હરીભાઈ કડવાભાઈ મિસ્ત્રી રહેવાસી વસંતનગર સોસાયટી, અંબેમાતા વિધ્યાલય પાછળ, બંબાખાના નજીક ભરૂચ તેમજ વોન્ટેડ આરોપીમાં વિશાલ ઠાકોરભાઈ પરમાર રહેવાસી, કસકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.