Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બે સાયકલિસ્ટની અવનવી સફર, સામાજિક હેતુસર સાયકલ યાત્રા કરી…જાણો વધુ.

Share

ભરૂચના સાયકલીસ્ટ શ્વેતા વ્યાસ તથા અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અંકલેશ્વરથી પાવાગઢ સુધી સાયકલ યાત્રા યોજી હતી. જિલ્લાના બંને સાયકલિસ્ટનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાથે સંકળાયેલો હોય. કોરોનાની ત્રીજી લહેરના આગમનની સાથે જ ફરી એકવાર લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના ત્રણ વાક્યો લઈને બંને સાયકલિસ્ટ પાવાગઢની સાયકલ યાત્રા પર નીકળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ફરી કોરોના એ માથું ઉચક્યું છે. ત્રીજી લહેર શરૂ થઇ છે. બંને સાયકલીસ્ટ એ રાજ્યની તમામ જનતાને અમારી અપીલ છે. માસ્ક હંમેશા પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, ભીડભાડવાળા સ્થળ પર ન જાઓના ધ્યેય સાથે અંકલેશ્વરથી પાવાગઢ સાયક્લિંગ કરીને લોકો સંદેશ આપ્યો હતો.

આ સાથે અંકલેશ્વરના નિલેશ ચૌહાણ 2 વર્ષ દરમિયાન 10000 (દશ હજાર) કિમી પુરા થવામાં 130 Km બાકી હોવાથી પાવાગઢની સાયકલિંગનું આયોજન કરી 10 હજાર Km પૂર્ણ કરી શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણે ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠવર્ણીની પ્રતિમાને જળાભિષેક કરી પ.પૂ.શ્રી કોઠારી સ્વામીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કૌશિકભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનોએ બને સાયકલીસ્ટ નાના ઉમદા સાહસને બિરદાવી તેઓની સાથે જળાભિષેક કર્યો હતો.

Advertisement

Share

Related posts

અભિનેત્રી ઉર્વશી રૌતેલા, એરપોર્ટ પર હોટ રેડ આઉટફિટ પહેરીને તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવતાં ABVP ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ખીસ્સા કાતરૂ ટોળકી સક્રિય, ત્રણ મોબાઈલ અને પર્સની ઉઠાંતરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!