યુવાનીના ઉંબરે ઉભેલા તરૂણો તેમની ભાવિ જીંદગીના સોનેરી સ્વપ્નો જોતા હોય છે તેમની સામાજિક અને વ્યવસાયિક સફળતાનો આધાર દેશના લોકતંત્ર પર પણ નિર્ભર છે. આ તરૂણો દેશના લોકતંત્ર અને તેના નાગરિક અધિકારો તથા ફરજોથી જાગૃત રહે તો તે પોતાને તથા દેશને ખુબ મદદરૂપ થઈ શકે. નાગરિક અધિકારોના અગ્રક્રમે આવે છે મતાધિકાર. ભારતના દરેક નાગરિકને ૧૮ વર્ષે મતાધિકાર પ્રાપ્ત થાય છે. શાળાના બાળકો ભાવિ મતદારો છે તેમને ભારતની લોકશાહીમાં ચૂંટણીપંચની જવાબદારી તથા મતાધિકારના ઉપયોગની સમજ આપવા રાષ્ટ્રીયકક્ષાએ ચૂંટણીપંચ વ્યાપક પ્રયાસો કરે છે. જેના ભાગરૂપે દરેક જિલ્લામાં “મતદાન જાગૃતિ અભિયાન” યોજાય છે.
ભરૂચ જિલ્લાના ભાવિ મતદારોમાં મતાધિકારની જાગૃતિ લાવવા નાયબ ચૂંટણી અધિકાશ્રી રાજેશભાઈ ભોગયતા, શિક્ષણાધિકારી એન.એમ.મહેતા તથા ભરૂચ તાલુકા મામલતદાર રોશનીબેન પટેલ તથા મામલતદાર રવિન્દ્રસિંહ ચૌહાણ તથા કેળવણી નિરીક્ષક ભારતભાઈ સલાટ તથા ડૉ. દિવ્યેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તા.૧૨/૦૧/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય યુવાદિન નિમિત્તે “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સૌપ્રથમ રોશનીબેન પટેલે ચૂંટણી કાર્ડના ઓનલાઈન રજીસ્ટ્રેશન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એન.એમ.મહેતાએ જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજોથી માહિતગાર કર્યાં તથા રાજેશભાઈ ભોગયતાએ ચૂંટણીપંચના કાર્યો વિશે ઉંડાણપૂર્વક સમજ આપી મતદાન શું છે તેના વિશે જણાવ્યું. ભારતભાઈ સલાટ દ્વારા ઉપસ્થિત શાળા વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહેમાનોને મતદાન અંગે શપથ લેવડાવી હતી. દિવ્યેશભાઈ પરમાર દ્વારા ભરૂચ જિલ્લાના વિધાનસભાના સભ્યો વિશે તથા સાંસદ સભ્યો વિશે પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી એમ આચાર્ય એમિટી સ્કુલ ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભરૂચની એમિટી સ્કુલમાં રાષ્ટ્રીય યુવાદિન નિમિત્તે “મતદાન જાગૃતિ અભિયાન” યોજાયું.
Advertisement