ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ કસક સર્કલ પાસેથી સાંઈ સીઝનલ સ્ટોરમાં ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા દુકાન માલીકને સી ડીવીઝન પોલીસે ઝડપી પાડી હતી.
આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ” સ્કાય લેન્ડર ” ચાઈનીઝ તુક્કલ તેમજ સીન્થેટીક મટીરીયલ ૮ ટોકશીક મટીરીયલ ઝેરી તત્વો અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે ચાઇનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાવવામાં આવતા પતંગોને કારણે માનવ પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય જે બાબતે આવા નુકશાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જે જાહેરનામાનો કડક રીતે અમલ કરવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં નાઓની સુચના તથા પોલીસ ઈન્સ્પેકટર ડી.પી.ઉનડકટ નાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કસક સર્કલ પાસે આવેલ ” સાંઈ સીઝનલ સ્ટોરમાં એક બહેન ચાઇનીજ દોરીનુ વેચાણ કરે છે ” જે માહીતી આધારે દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી વેલીન જર્મન ટેકનોલોજીના માર્કાવાળા ચાઈનીઝ દોરીની રીલ ફીરકા મળી આવેલ જેની ઉપર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લખેલ હોવા છતા સદર તહોમતદાર બહેને ઉત્તરાયણના તહેવાર માટે ગ્રાહકોને વેચાણ કરવા પોતાની દુકાનમાં ચાઈનીઝ દોરીના રીલ ફીરકા રાખેલ હોય જે ચાઈનીઝ દોરીના રીલ ફીરકા નંગ -૦૨ કીંમત રૂપીયા ૮૦૦ /- નો મુદામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી તહોમતદાર બહેન વિરૂધ્ધ ઇપીકો કલમ ૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આરોપી દીપ્તીબેન મનીષભાઈ મિસ્ત્રી રહે – કસક જલારામ મંદીર સામે મોજમપુર મીસ્ત્રીવાડ, કસક, ભરૂચ નાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.