મકરસંક્રાંતિ એટલે આકાશી યુધ્ધના પર્વ તરીકે ઓળખાય છે. ત્યારે હવે મકરસંક્રાંતિને માત્ર બે જ દિવસો આડા છે. ત્યારે પતંગના વેપારીઓ સારી ઘરાકીની મીટ માંડીને બેઠા છે. માત્ર બે દિવસ આડા હોવા છતાં પતંગ બજારમાં પતંગ રસિયાઓની ચહલપહલ ખૂબ પાંખી જોવા મળી હતી. પતંગના વેપારીઓ અવનવી ડિઝાઇનના પતંગો દુકાનો પર સજાવી પતંગ રસિયાઓની પ્રતિક્ષા કરીને બેઠા છે. પતંગ બજારમાં નરેન્દ્ર મોદી તેમજ હીરો, હીરોઈનના ફોટાવાળા પતંગો પણ પતંગ રસિયાઓને આકર્ષવા માટે વેપારીઓ દ્વારા મુકવામાં આવ્યા છે.
ત્યારે હજુ જોઈએ એવી ઘરાકી ન દેખાતા પતંગના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. છેલ્લા ૪૦ વર્ષથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમ મનીયારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પતંગોમાં જીએસટી દરમાં વધારો થતા પતંગો, માંજો, દોરીઓ ખૂબ મોંઘી થઈ જવા પામી છે. જેની સીધી અસર ઘરાકી પર પડી રહી છે. હાલ તો છેલ્લા બે દિવસમાં પતંગના વેપારીઓ સારી ઘરાકી નીકળે એવી મીટ સાથે પતંગ રસિયાઓની પ્રતિક્ષા સાથે પતંગ, દોરી, ફિરકીનો માલસામાન ભરીને બેઠા છે. ત્યારે છેલ્લા દિવસોમાં સારી ઘરાકી નીકળે એવા આશાવાદ સાથે પતંગના વેપારીઓ પતંગ રસિયાઓની પ્રતિક્ષા કરી રહ્યા છે.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજમાં મકરસંક્રાંતિ પર્વ ટાણે બજારોમાં મંદીનો માહોલ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા.
Advertisement