ભરૂચ એસ.ઓ.જી. પોલીસ દ્વારા પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ફીરકા ઝડપી પાડવામાં આવ્યા હતાં. ભરૂચ શહેરના ગુ.હા.બોર્ડ, શિવશક્તિ એપાર્ટમેન્ટ, રૂમ નં -૧ , બ્લોક નં -૧ ખાતેના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા વેપારીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.
આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન સ્કાય લેન્ડર્સ ” એટલે કે ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ એટલેકે ઝેરી તત્વો અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સિન્થેટીક કે ચાઇનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય જે બાબતે આવા નુકશાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જે જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા સારૂ ઈન્ચાર્જ પોલીસ આ.હે.કો ધર્મેન્દ્રભાઇ જલાલભાઇ હે.કો. ક્રિપાલસિંહ ગણપતસિંહ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચની સુચના અને માર્ગદર્શન આધારે, પો.ઇન્સ. કે.ડી.મંડોરાએ એસ.ઓ.જી.સ્ટાફને કાર્યરત કરતા ના એસ.ઓ.જી.ના સ્ટાફના પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. ધર્મેન્દ્રભાઇ હા જુલાલભાઇ નાઓને માહીતી મળેલ કે મયુર પતંગ સ્ટોરનો માલીક રાજેશ નટવરલાલ ચણાવાલા તેમના રહેણાંક ઘરમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરીનુ વેચાણ કરે છે. જે આધારે ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકા નંગ-૩૮ મળી આવેલ જે દોરી ઉપર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખેલ હોવા છતા ઇસમે ઉત્તરાયણના તહેવાર માટે પતંગ ઉડાડવા માટે ગ્રાહકોને વેચાણ કરવા રાખેલ હોય જે ચાઇનીઝ દોરીનો જથ્થો કુલ ૩૮ ફિરકા દોરીની કી.રૂ. ૧૧,૪૦૦ /- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે અને આરોપી રાજેશ નટવરલાલ ચણાવાલા, રહે. ગુ.હા.બોર્ડ , શિવશક્તિ એપાર્ટમેન્ટ, રૂમ નં -૧ , બ્લોક નં -૧, શક્તિનાથ મહાદેવ મંદિરની બાજુમાં સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જયારે ચાઇનીઝ દોરીનો જથ્થો કુલ ૩૮ ફિરકા, કુલ કી.રૂ. ૧૧,૪૦૦ /- જપ્ત કરેલ છે.