ઉત્તરાયણ પર્વ એટલે કે આકાશી યુદ્વનો પર્વ આ વર્ષે ભરૂચ જિલ્લામાં જામશે કે કેમ તે અંગે વિવિધ અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. ઉત્તરાયણ પર્વ અગાઉ જ ભરૂચ પથકમાં ચાઈનીઝ દોરાના કારણે ગળું કપાતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. તે સાથે અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આવી પરિસ્થિતિમાં હવે મકરસ્ક્રાંતિના આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં હજી પતંગ બજારમાં કોરોના મહામારી અગાઉના વર્ષોમાં જે તેજી જણાતી હતી તેવી તેજી આ વર્ષે જણાતી નથી. તેવામાં ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી વેવ શરૂ થઈ ગઈ છે. આવા સમયે મંદી, મોંઘવારીના કારણે પણ હજી ભરૂચ પથકમાં ઉત્તરાયણ પર્વનુ વાતાવરણ જામ્યું નથી. પતંગોના વેપારીઓના જણાવ્યા મુજબ પતંગ અને માજાના ભાવોમાં પણ વધારો જણાઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ મકરસક્રાંતિના પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના નકારી શકાતી નથી.
આકાશી યુદ્ધના એવા ઉત્તરાયણનો પર્વ જામશે ખરું….?
Advertisement