ભરૂચ નજીક આવેલ નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રિજની બાજુમાં બીજો બ્રિજ તૈયાર થતો હોય નવા બ્રિજના કામ કાજ અંગે ભરૂચ નજીકના ગોલ્ડન બ્રિજ પરથી વાહનોના અવરજવર પર નિયંત્રણ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ અંગે જયઓટો રીક્ષા એસોસિયેશને ભરૂચ જીલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવેલ છે જેમાં જણાવ્યા મુજબ બહાર પાડવામાં આવેલ જાહેરનામું મુજબ ગોલ્ડન બ્રિજ પરથી માત્ર ટુ વ્હીલર વાહનો અવર જવર કરી શકાશે. આ અંગે આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવેલી છે કે ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, વાલીટા, પાનોલી જેવા ગામ તેમજ તાલુકા અને આજુબાજુના ૩૫-૩૭ ગામોની જીવાદોરી સમાન ગોલ્ડન બ્રિજ ઉપર પ્રજા તેમજ નોકરિયાતો, કામદારો અને ગૃહિણીનો આધાર છે. ત્યારે આવા સમયે ઓટો રીક્ષા જ અવરજવરનું સાધન હોય જાહેરનામાંમાં થ્રી વ્હીલર ઓટો રીક્ષાને છૂટ આપવા વિનંતી કરવામાં આવેલી છે. જેથી હજારો કામદારો મધ્યમ વર્ગના લોકો કે જેઓ મોટર સાયકલ વસાવી શકતા નથી. તેઓ માટે માત્ર અને માત્ર ઓટો રીક્ષા જ અવર જવર નું સાધન છે જેથી આ જાહેરનામાંમાં ઓટો રીક્ષાને પણ અવરજવર માટે છૂટ આપવામાં આવે તેવી વિંનતી જય ઓટો રીક્ષા એસોસિયેશનના પ્રમુખ સૈયદ અબ્બાસ પેન્ટર અને તેના સભ્યોએ કરેલ છે.