ભરૂચ નગર એ ડિવિઝનમાં સમાવેશ પામતા એવા પાંચબત્તી વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી પાસે જ ટ્રાફિફજામની સમસ્યા સર્જાય હતી. આશરે 20 મિનિટ કરતાં વધુ સમય દરમિયાન સર્જાયેલ આ ટ્રાફિકજામની સમસ્યામાં આશરે પાંચ કરતાં વધુ એમ્બ્યુલન્સો પણ ફસાઈ હતી ત્યારે નોંધપાત્ર બાબત એ છે કે ભરૂચ સિટી પોલીસ એ ડિવિઝનનો સૌથી વધુ ટ્રાફિક પોલીસ મહેકમ પાંચબત્તી પોઈન્ટ પર ફરજ બજાવે છે તેવા સમયે ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાવવી અને અફરાતફરીનું વાતાવરણ ફેલાય એ ભરૂચ સિટી પોલીસની બિનઅસરકારકતાની અને બી.ટી.ઇ.ટી ના જવાનોની બિનઅસરકારક કામગીરીની સાબિતી કહી શકાય.
આવી પરિસ્થિતી ટ્રાફિકજામ સર્જાય હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી તે બાબત વધુ આશ્ચર્યજનક છે તેટલું જ નહીં પરંતુ પાંચબત્તી વિસ્તારમાં કે જેની નજીક જ મોટી હોસ્પિટલો અને આરોગ્ય સંકુલો આવેલા છે ત્યાં ટ્રાફીમજામની સમસ્યા સર્જાતા અફરાતફરીનું વાતાવરણ ફેલાય ગયું હતું. આવી પરિસ્થિતીમાં ભરૂચ સિટી પોલીસની કામગીરી લોકચર્ચામાં ચર્ચાતી બાબતો મુજબ માત્ર તોડપાણીની હોય તે ખૂબ શરમજનક બાબત કહી શકાય. ભરૂચ નગરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક પોલીસની જૂની રીતરસમ કે જે નાના મોટા તોડપાણીની છે તે છોડવાનો હવે સમય આવી ગયો હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.
ભરૂચ : ટ્રાફિક પોલીસની હાજરી તેમજ બી.ટી.ઇ.ટી નાં જવાનોની હાજરી હોવા છતાં પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફીકજામની પરિસ્થિતી.
Advertisement