જી.સી ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ મુકામે 7 મું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન ભરૂચ ડાયટ પ્રાચાર્ય કલ્પનાબેન એન.ઉનડકટના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું.
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાના 7 મું એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલનું આયોજન તારીખ 10-01-2022 થી તારીખ 11-01-2022 એમ બે દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભરૂચ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ 53 શિક્ષકોએ નવતર પ્રયોગો રજૂ કરેલા હતા. આ બે દિવસ દરમિયાન જિલ્લાના પ્રત્યેક તાલુકામાંથી વિવિધ શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરી રાજ્ય કક્ષા માટે 5 નવતર પ્રયોગોને પસંદગી કરવા માટે સરકારશ્રીની પ્રવર્તમાન કોરોના સંબંધિત એસ.ઓ.પીની ગાઈડલાઈન ધ્યાને લઈ સંપૂર્ણ આયોજન ડાયટ પ્રાચાર્ચા શ્રીમતી કલ્પનાબેન.એન.ઉનડકટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ દ્વારા સાતમું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયું.
Advertisement