Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જલારામ સિઝનલ સ્ટોલમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો.

Share

ભરૂચમાં શક્તિનાથ સર્કલ ખાતેથી જલારામ સીઝનલ સ્ટોલમાંથી પોલીસે બે હજારથી વધુની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પકડી પાડયો છે.

આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં ચાઇનીઝ તુક્કલ તથા સિન્થેટીક મટિરિયલ, ટોકસીન મટિરિયલ, પ્લાસ્ટિક મટીરિયલથી તૈયાર કરેલ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય તેમ છતાં ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે જલારામ સીઝનલ સ્ટોલમાં આ પ્રકારની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરાતું હોય આથી “એ ડિવિઝન” પોલીસ પેટ્રોલીંગમાં હોય તે સમયે બાતમીના આધારે જલારામ સીઝનલ સ્ટોલમાં તલાશી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા નંગ – 11, અંદાજીત કિં.રૂ.250/- કુલ રૂ.2750/- સાથે દુકાન માલિક રૂપેશ રાજુભાઇ કાયસ્થ ઉ.વ.34, ધંધો-વેપારી, રહે. બી-63,સ્વતિક સોસાયટી, જે.બી.મોદી પાર્ક સામે, ભરૂચનાને પોલીસે રંગેહાથ પ્રતિબંધિત દોરાનું વેચાણ કરતાં ઝડપી પાડયો છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સલાહકાર સમિતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી રોફ મારવા જતા પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ શુક્રવારે ભરૂચ જિલ્લાની મુલાકાતે, ઝઘડિયા જીઆઈડીસી માં યોજશે લોક દરબાર

ProudOfGujarat

ભરૂચ ના પાલેજ નજીક આવેલ વરેડિયા ગામ પાસે પૂરપાટ ઝડપી જતી એક કર રેલીંગ તોડી ભૂખી ખાડી માં ખાબકતા બે લોકો ના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!