Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પાલેજ તથા નબીપુરમાં કોરોના મહામારી સંદર્ભે પોલીસ જીપ દ્વારા પ્રજાજનોને અવગત કરાયા.

Share

કોરોનાનું પુનઃ સંક્રમણ વધી જતા ભરૂચ જિલ્લાના પાલેજ તથા નબીપુર પોલીસ મથકો દ્વારા પાલેજ તથા નબીપુરમાં પોલીસ જીપ મારફતે પ્રજાજનોને કોરોના ગાઇડલાઈન બાબતે અવગત કરાયા હતા. પોલીસ દ્વારા પ્રજાજનોને માસ્ક અવશય પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા, બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા જેવા મહત્વના આદેશો આપતી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા એનાઉન્સ કરી જાણ કરવામાં આવી હતી. આ જનજાગૃતિ અભિયાનમાં પાલેજ તેમજ નબીપુર પોલીસ મથકના પોલીસ વાહન મારફતે પાલેજ તેમજ નબીપુરના વિવિધ વિસ્તારોમાં જઈ લોકોને અવગત કર્યા હતા.

નબીપુર પોલીસ મથકના પી. એસ.આઈ. એ.કે.જાડેજાએ પ્રજાને અપીલ કરી હતી કે સમાજમાં પ્રજા અને પોલીસ એકબીજાના મિત્રો છે અને પોલીસે પ્રજાની સ્વાસ્થ્ય અંગેની જવાબદારી ઉપાડી છે તો પ્રજાએ પણ આદેશોનું પાલન કરી પોલીસના આ અભિયનમા સંપૂર્ણ સાથ સહકાર આપવાની ફરજ બને છે. પી. એસ. આઈ. એ.કે.જાડેજા અને પોલીસ સ્ટાફે પ્રજા તરફથી હકારાત્મક સહયોગ મળશે તેવો આશાવાદ જગાવ્યો હતો અને નબીપુર પોલીસ મથકના વિસ્તારની પ્રજા પણ પોલીસના આ અભિયાનથી ખૂબ જ હકારાત્મક જણાઇ રહી છે.

Advertisement

યાકુબ પટેલ, ભરૂચ


Share

Related posts

સાહેબ પાર્કિંગ ક્યાં છે..? ભરૂચ -અંકલેશ્વરમાં ગાડીઓ લોક મારી દંડ વસુલતી પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલ

ProudOfGujarat

ગોધરા: સીએનજી ગેસ સીલીન્ડરની ચોરી કરતા ઇસમની ગોધરા બી ડીવીઝન પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

અલ્યા હાઉ આમ ન હોય..! પર્યાવરણની જાગૃતિ માટે ભરૂચ નગરપાલિકા અને ખાનગી હોસ્પિટલે લગાવેલા બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યા..વાંચીને શોધો ખામી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!