Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસની આવકારદાયક કામગીરી.. જાણો કઈ..?

Share

ભરૂચ પોલીસ દ્વારા ખૂબ આવકાદાયક કામગીરી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસના પી આઈ એ કે ભરવાડ અને તેમના સ્ટાફે એવી કામગીરી કરી બતાવી હતી કે પોલીસ માત્ર સલાહ સૂચન આપવા માટે જ નહીં પરંતુ રહીશોની સેવા પણ કરે છે.

જેમ કે હાલમાં છેલ્લા ગણતરીના કલાકોમાં ત્રણ બનાવો એવા બન્યા જેમાં પતંગના દોરાથી મોપેડ કે બાઈક ચાલકના ગળા કપાયા. આ ત્રણ બનાવો પેકી એક બનાવમાં ગંભીર ઇજા પામેલ મહીલા અંકિતા મિસ્ત્રીનુ કરુણ મોત નીપજ્યું હતું. આવી પરિસ્થિતિમાં એ ડિવિઝન પોલીસ દ્વારા વાહન ચાલકોએ પતંગના દોરાથી રક્ષણ મેળવવાનુ સૂચન લોકોને કર્યુ. પરંતુ એ ડિવિઝનના પીઆઇ એ કે ભરવાડ અને તેમના સ્ટાફે એક પહેલ એવી કરી કે પાંચબત્તી ખાતે વાહન ચાલકોને મોપેડ અને બાઈક પર સુરક્ષા કવચ સમાન તાર લગાડી આપ્યા જેનાથી લોકોમાં એવી લાગણી થઈ કે સાચે જ પોલીસ પ્રજાના મિત્ર છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં એચઆઇવી પીડિતોને બર્ક ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશિયન કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ.

ProudOfGujarat

નડિયાદમાં સોના કિરાણા કોમ્પ્લેક્ષની ગેલેરી ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!