ગુજરાત આંગન વાળી કરમ્ચારી સંગઠન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ ખાતાના મંત્રીને ભરૂચ જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે આંગણવાડી વર્કરો તથા હેલ્પરોના લાંબા સમયથી પડતર સમસ્યા અંગે તાકીદે બેઠક યોજે સમસ્યા ઉકેલવી જો બેઠક નહિ યોજાય તો ૨૦ મી માર્ચ પછી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આંગનવાડી કર્મચારીઓની માંગણીઓ જોતા આંગનવાડી વર્કર- હેલ્પરોના લઘુત્તમ વેતન સીડયુઅલ્મા સમાવેશ કરવો અને નિવૃત્તિ વાય મર્યાદા અંગે એવી માંગણી કરવામાં આવી છી કે દેશના તમામ રાજ્યોમાં આંગનવાડી વર્કર હેલ્પરની નિવૃત્તિ વાય મર્યાદા ૬૦ કે તેથી વધુ છે. પંચાયત વિભાગમાં ચોથા વર્ગના કર્મચારી અને કારખાનાઓમાં તેમજ રેલ્વે માં નિવૃત્તિ વય ૬૦ ની છે. જેથી આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા આવેદનપત્રમાં જણાવાયું છે. હાલ હેલ્પરને રૂપિયા ૩૨૦૦, વર્કરને રૂપિયા ૬૩૦૦ વળતર અપાય છે. જેથી આ બંને વચ્ચે તફાવત મોટો છે તેથી હેલ્પરના પગારમાં વધારો કરેઅવો જોઈએ. તેમજ વર્કામાંઠે સુપરવાઈઝરમાં પ્રમોશન આપવા અંગે પણ નિર્ણય લેવાવો જોએ. આ તમામ બાબતો અંગે જો બેઠક નહિ યોજાય તો ૨૦ મી માર્ચ પછી હડતાલની ચીમકી આપવામાં આવી છે.