જુના તવરા સમસ્ત ગ્રામજનો દ્વારા ઝાડે. જે પટેલ સરસ્વતી વિદ્યાલય સ્કૂલમાં આજરોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. આજરોજ ભરૂચ તાલુકાના જુના તવરા સરગમ હોસ્પિટલ અને જૂના તવરા સમસ્ત ગ્રામજનો દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ભરૂચના નામઈ ડો. કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી અને વિનામૂલ્યે દવાઓ પણ આપી હતી.
જુના તવરા ગ્રામજનો દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે હાલ ભરૂચમાં પણ રોજના 50 થી 60 કોરોના કેસ પોઝિટિવ આવી રહ્યા છે અને ઓમિક્રોન જેવા પણ રોજના એક બે કેસ નોંધાતા હોય છે. આવી તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી જૂના તવરા ગામના સર્વે ગામજનોએ દ્રારા ગામમાં કોઈ પ્રકારના વાઈરસ કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત ના થાય જેને ધ્યાનમાં રાખી આજરોજ સર્વે ગ્રામજનો દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના ગ્રામજનો સ્વાસ્થ્ય ચેક કરવામાં આવ્યા હતા તથા દરેક પ્રકારની તકલીફો આવતા ગામના કોઈ પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની બીમારીનો વિનામૂલ્યે નિવારણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને આ કેમ્પનો લાભ લીધો તથા આ કેમ્પમાં સરગમ હોસ્પિટલના નામી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિત આરસીસી ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહી સર્વ ગ્રામજનોને આ કેમ પ્રત્યે માર્ગદર્શન પુરું પાડ્યું હતું અને માહિતગાર કર્યા હતા તથા આ કેમ્પને સફળ બનાવવા સમસ્ત જુના ગામના ગ્રામજનો દ્વારા ગામના વડીલો યુવા મિત્રો સહિતના આગેવાનોએ તનતોડ મહેનત કરી અને કેમ્પને સફળ બનાવ્યો હતો તથા એક લક્ષ્ય સાથે મારું ગામ નિરોગી ગામ રહે એવા ભાવથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુંદર રીતે ગ્રામજનોએ લાભ લીધો હતો.
ભરૂચના જૂના તવરા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.
Advertisement