Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ધો.૧ થી ૯ માટે ઓફલાઈન શિક્ષણ તા .૩૧ જાન્યુઆરી સુધી સદંતર બંધ.

Share

ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોના પગલે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1 થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવા હુકમ કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લામાં હાલમાં કોરોના મહામારીના વધતા જતા કેસોના પગલે વહીવટી તંત્ર દ્વારા તા.૮-૧-૨૨ થી તા.૧૫-૧-૨૨ સુધી અમલમાં રહે તે મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં જિલ્લામાં ધો.૧ થી ૯ ની ખાનગી કે સરકારી તમામ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ એટલે કે શાળા ખાતેનું શિક્ષણ તા.૩૧ મી જાન્યુઆરી સુધી સદંતર બંધ કરવાનો હુકમ કરેલ છે. કોરોનાની પરિસ્થિતિ વધુ વકરતા આખરે ઓફલાઈન શિક્ષણ પધ્ધતિ બંધ કરવાની ફરજ પડી હતી. કેટલીક શાળાઓમાં મળતી માહિતી મુજબ પરીક્ષાઓ પણ ઓનલાઈન કરી દીધી હોવાનું જાણવા મળેલ છે. જયારે જાહેરનામામાં કરાયેલ અન્ય જોગવાઈઓમાં પબ્લીક થતા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોનએસી બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. જયારે સિનેમા હોલ બેઠક ક્ષમતાના ૫૦ થી ચાલુ રાખી શકાશે. તેમજ જીમ પણ ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રખાશે. આજ પ્રમાણે વોટરપાર્ક તથા સ્વીમીંગ પુલ અને વાંચનાલયો તેમજ ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજન સ્થળો વગેરે પણ પ૦ ટકાની ક્ષમતાથી ચાલુ રાખી શકાશે. ભરૂચ જિલ્લાના ધો. ૯ થી ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો, ટયુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક અને ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે.

તાજેતરમાં તંત્ર દ્વારા ના.૮-૧-૨૨ થી તા.૧૫-૧-૨૨ સુધી અમલમાં રહેનાર જાહેરનામા મુજબ તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષશિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઈ શકશે. આજ બાબત લગ્ન પ્રસંગ અંગે પણ લાગુ પડે છે. જયારે અંતિમક્રિયા અને દફનવિધીમાં મહત્તમ ૧૦૦ વ્યકિતઓ માટે મંજૂરી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ જોતા જાહેરનામા મુજબ જાહેર સ્થળોએ કામના સ્થળોએ તથા મુસાફરી દરમ્યાન ફ૨જીયાત માસ્ક અથવા તો ફેસકવર પહેરવાનું રહેશે. તેમજ દરેક વ્યક્તિઓએ જાહેર સ્થળોએ સામાજીક અંતર (દો ગજ કી દુરી) રાખવાનું રહેશે. ગ્રાહકો શારિરીક અંતર રાખે તે માટે જે તે દુકાનદાર અને માલિકોએ જરૂરી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. એટલુ જ નહી પરંતુ જાહેરમાં થુંકવા માટે દંડ અને શિક્ષા ફટકારવામાં આવશે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

દહેજની GFL કંપનીના મૃતકોને રૂ. 50 લાખનું વળતર આપવા સરકાર સમક્ષ માંગ કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા*

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટીવ કેસો આવતાં જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!