આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આકસ્મિક મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરે સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા જોઈ જરૂરી સૂચનાઓ પણ સિવિલ હોસ્પિટલના કર્તાહર્તાઓને આપી હતી જેથી કોરોના મહામારીના આવનારા દિવસોમાં કોઈ તકલીફ ન પડે. જિલ્લામાં કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ મહત્વની હોસ્પિટલ છે તેથી ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સિવિલ હોસ્પિટલ ભરૂચની મુલાકાત લઈ ઝીણવટભરી તમામ માહિતી મેળવી હતી. આ તમામ માહિતી જિલ્લા કલેકટરે લઈ જરૂરી દવાના સ્ટૉક અંગે પણ માહિતી પણ મેળવી હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે હજી પણ આશરે 100 બેડ ઉમેરી શકાય તેમ છે. વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લાના રહીશો માસ્ક ધારણ કરે અને સોશીયલ ડિસ્ટન્સ જાળવે ખૂબ જરૂરી છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાની રસીકરણનુ કામ ખૂબ સંતોષજનક થયું છે. જે કોરોનાને નિયત્રંણમાં લેવા મદદરૂપ સાબિત થશે પરતું રસી લીધી એટલે કોરોના નહીં થાય તેવી માન્યતા રાખવી ભૂલ ભરેલી છે. કોરોના નિયત્રંણમાં રાખવા માસ્ક ધારણ કરવું પડશે તેમજ ફરજીયાત સોશીયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.