Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને યોજાયેલ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરાઇ.

Share

રાજયમાં મહાનગરો સહિત વિવિધ જિલ્લા મથકો ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ હાલ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ હોઇ, સરકાર દ્વારા સંક્રમણને વધતુ અટકાવવાના ભાગરૂપે વિવિધ સાવચેતીના પગલા ભરાવાનું શરુ કરવામાં આવ્યુ છે. રાજ્યના અન્ય વિસ્તારોની સાથેસાથે ભરૂચ જિલ્લામાં પણ વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને લઇને તંત્ર દ્વારા ચાંપતા પગલા ભરવામાં આવી રહ્યા છે. દરમિયાન જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસેનની અધ્યક્ષતામાં ગઇકાલે ભરૂચ ખાતે બેઠક મળી હતી.

આયોજિત બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસવડા વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, ડીઆરડીએ ના નિયામક સી.વી.લતા, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં મુખ્ય અધિકારી જે.એસ.દુલેરાએ કોરોનાની ત્રીજી લહેર સંદર્ભે કરવામાં આવેલ આયોજનની વિગતો આપી હતી. બેઠકમાં પ્રભારી સચિવે કોરોના સંબંધિત સર્વગ્રાહી સમિક્ષા કરીને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રભારી સચિવ શાહમીના હુસેને ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારી બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઇને જિલ્લાની હોસ્પિટલોમાં જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ – ટ્રેસીંગ વધુ અસરકારક બનાવવા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, ધનવંતરી રથ મારફતે કોરોના દર્દીઓને અસરકારક સારવાર આપવા, સેનેટાઈઝેશન, માસ્ક ડ્રાઈવ, હોમ આઈસોલેશન, ઔધોગિક વિસ્તારો અને ઉધોગ એકમોમાં ચેકીંગ, કોરોના દર્દીઓ માટે જરુરી ઓક્સિજન પ્લાન્ટની પરિસ્થિતિ, હાઉસ ટુ હાઉસ સર્વે, ગ્રામ વિલેજ સમિતિ, જે સ્થળોએ કન્ટેનમેન્ટ હોય ત્યાં કડક સુરક્ષાનો પ્રબંધ કરવા, ૨૪ × ૭ હેલ્પલાઈન શરૂ કરવા, ફાયર પ્રોટોકોલ, વેક્સિનેશનની કામગીરી સહિત વિવિધ આનુસંગિક મુદ્દાઓ, જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવે વધુમાં સુચના આપી હતી કે કોવિડનો કોઈ પણ દર્દી હોસ્પિટલમાંથી પાછો જવો જોઇએ નહી. દરેક વ્યક્તિને પોતાના વિસ્તારમાંથી જ સેવા મળે તે રીતની વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત જિલ્લામાં વસતા શ્રમિકોની ચિંતા કરવાની સાથે બીજી લહેરના અનુભવોમાંથી જરૂરી શીખ મેળવીને ત્રીજી લહેરને અનુલક્ષીને આયોજન અને કામગીરીમાં કોઈ ત્રુટી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાના તમામ તાલુકાઓની સ્થિતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ રાખવું, સેનેટાઈઝ કરવું તે અંગે વિશેષ કાળજી રાખવા સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કોરોનાના રોગની ગંભીરતા સમજીને સંક્રમણ ફેલાતુ અટકાવીને રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લાના પ્રજાજનો પણ તંત્રને પુરો સહયોગ આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના અધિકારીઓને પ્રભારી સચિવે આપેલ સૂચનોનો ચુસ્ત અમલ કરીને તેની ખાસ તકેદારી રાખવા સૂચિત કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને સાત સગડીઓ અર્પણ કરાઇ.

ProudOfGujarat

ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ કહી ખુશી કહી ગમ, ભરૂચ બેઠક પર ના નિર્યણ ને પડકારવા ફૈઝલ પટેલ દિલ્હી જશે

ProudOfGujarat

ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!