Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ ૫ શિક્ષકોને એનાયત કરાયા.

Share

ભરૂચ જિલ્લાની બિન સરકારી અનુદાનિત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વર્ષ-૨૦૧૬ માં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ આજરોજ ૬૫ માંથી ૫ જેટલાં શિક્ષકોને કલેકટર તુષાર સુમેરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે કલેકટર કચેરી ખાતે હુકમો આપવામાં આવ્યા હતાં. આ તબક્કે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મદદનીશ શિક્ષક તરીકે નિયમિત પગારધોરણમાં સમાવેશ થયેલ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી પોતાનો શિક્ષકધર્મ બજાવવા અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ધી ભરૂચ-નર્મદા માધ્યમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટી, ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાના હસ્તે આપવામાં આવ્યા હતાં.

શિક્ષણ સહાયકોમાંથી ત્રણ જેટલા શિક્ષણ સહાયકોએ પોતાના પાંચ વર્ષના અનુભવ રજૂ કર્યા હતાં. એક શિક્ષણ સહાયકે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે જોડાયા પહેલા પોતે દસ વર્ષ ખાનગી શાળામાં નોકરી કરી લાંબી પ્રતિક્ષા બાદ સરકારી નોકરી મેળવ્યાનો રાજીપો પણ વ્યક્ત કર્યો હતો. ૬૫ જેટલા શિક્ષકોને એકસાથે પુરા પગારના હુકમ પારદર્શી પ્રક્રિયા દ્વારા કેમ્પ કરી મળે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અગાઉથી સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા માધ્યમિક આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી સંઘના પ્રમુખઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

સુરતમાં શુક્રવારે રાત્રે અને શનિવારી બજારમાં ઉઘરાવાતા હપ્તા અંગે વિરોધ

ProudOfGujarat

ડેડીયાપાડા ના પાનખલા ખાતે પ્રાર્થમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભારજી ભાઇ વસાવા ને સાંસદ સામે અવાઝ ઉઠાવવો ભારે પડયો, શિક્ષક સસ્પેન્ડ, આદિવાસી સમાજ મેદાન માં ઉતર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!