કામદાર નેતાઓની બોલાતી કેમ બંધ થઇ ગઈ ???
કિશાન વિકાસ સંઘ દ્વારા ગુજરાત સરકારના રાજ્યપાલને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલ વિલાયત ગામે ગ્રાસિમ કંપની આવેલી છે. આ વિશાલ કંપની આશરે ૩૦૦ એકર જમીનમાં ઉભી કરવામાં આવી છે. તે કંપનીમાં ૨૪ કલાક ૩ સિપમાં સતત કામ ચાલે છે. અને ૧૦૦૦ – ૧૨૦૦ જેટલા કામદારો કામ કરે છે.
કંપનીના કામદારો શોષણ કરવામાં આવે છે. સેફ્ટીના સાધનો વગર કામદારો પાસે કામ કરાવાય છે. યુનિફોર્મ પણ આપવામાં આવેલ નથી. ઈ.એસ.આઈ આરોગ્યનો લાભથી પણ કામદારો વંચિત હોવાનું જાણવા મળેલ છે. દર વર્ષે પગાર વધારો કરાવો જોઈએ તે થતો નથી. કામદારો આવાજ ઉઠાવે છે તો તેમને છૂટા કરવાની ધમકી આપી યુનિયન બનવા દેતા નથી. ગ્રાસિમ કંપની હવામાં પ્રદૂષણ ફેલાવતી હોવાના કારણે આજુ બાજુના ૧૦ ગામોના ખેડૂતોના ખેતીના પાકને નુકસાન થતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થાય છે. આ કંપની ભુખીખાડીના કિનારે આવેલ છે. જે કંપની ભૂખીખાડીમાં પ્રદૂષિત પાણી છોડે છે. જેથી ખેડૂતો ભુખીખાડીનું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં કલાઈ શકતા નથી. જેના પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. કંપની ઈ.ટી.પી પ્લાન્ટ ચાલુ કરતી નથી. ભૂખીખાડીમાં ડાયરેક્ટ પ્રદૂષિત પાણી છોડવાના કારને ગ્રામ્ય વિસ્તારાબ્ના ખેડૂતોએ આંદોલન પણ કર્યા હતા. પરંતુ જે તે સમયે કલેકટરઅને બીજા અધિકારીઓએ દરમ્યાન ગીરી કરી સમાધાન કરાવ્યું હતું. અંગત બાતમી એવી પણ મળે છે કે કંપનીનાં નાદારના ભાગે બોરવેલ કરાવેલ છે જેમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરાય છે. જેથી કિસાનો જ્યારે બોરવેલ કરાવે ત્યારે કલર વાળું પાણી નીકળે છે. કંપની દ્વારા કોલસી વાપરવામાં આવે છે. જેની રજકણો આજુબાજુના ગામડાઓમાં ઘરો ની છત પર પથરાઈ જાય છે. તેથી લોકોને શ્વાસલેવામાં તકલીફ પડેછે.
ખેતરમાં ઊગેલ ખેતીનાં પાકોને પણ નુકસાન થાય છે હાલમાં ઘઉંનાં પાકને પણ નુકસાન થયેલ છે. જેનું વળતર કંપની આપશે તેમ કહેવાય છે ખેડૂતો જો રજૂઆત કરે તો કહેવાય છે કે અમારા હાથ બહુ લાંબા છે એથી અમને કોઈ નુકસાન થઇ શકે તેમ નથી. આ ઉપરાંત પરવાનગી વગર ગ્રાસિમ કંપનીએ નવા પ્લાન્ટની સ્થાપના કરી હોવાનું પણ જાણવા મળેલ છે.