Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.

Share

કોરોના મહામારી સંદર્ભે કેસોમાં ઉત્તરોતર વધારો માલુમ પડતાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લોકોમાં સંક્રમણના ઘટાડા તથા કોવિડ-૧૯ ટેસ્ટીંગ માટે ભરૂચ જિલ્લામાં કુલ-૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રીમાં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરવામાં આવે છે. જેમાં ૪૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૯ – સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૫ – શહેરી આરોગ્ય કેન્દ્રમાં સ્ક્રીનીંગ, ૧ – સબ ડીસ્ટ્રીક્ત હોસ્પિટલ તથા ૧ – સિવિલ હોસ્પિટલ આમ કુલ-૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રીમાં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરવામાં આવે છે.

આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લાના કુલ-૫૭ સ્થળોમાં સિવિલ હોસ્પિટલ ભરૂચ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર, સામુહિક આરોગ્ય કેન્દ્ર – આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, અવિધા, ઉમલ્લા, નેત્રંગ, વાગરા, વાલિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – આછોદ, માતર, સમની, જીતાલી, ખરોડ, માંડવા, સજોદ, સિસોદરા, સેરોલ, હલદરવા, નવેઠા, શુકલતીર્થ, ટંકારીયા, ઝનોર, ઈલાવ, કુડાદરા, છીદ્રા, ગજેરા, કાવી, કોરા, ટંકારી, ભાલોદ, ધારોલી, ગોવાલી, જેસપોર, ઝઘડીયા, પંડવાનીયા, પાનેઠા, રાજપારડી, બિલોઠી, ચાસવડ, ખરેઠા, મોરીયાણા, થવા, દહેજ, કેસવાણ, પખાજણ, દહેલી, ગુંડીયા, કરા, કોંઢ, શહેરી આરોગ્ય કેન્દ્ર – ધોળીકુઈ, લાલબજાર, વેજલપુર, અંકલેશ્વર-૧, અંકલેશ્વર-૧ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રીમાં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરવામાં આવે છે.

Advertisement

ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જો કોઈ પણ લક્ષણ જણાય તો તુરંત જ ભરૂચ જિલ્લાની ઉક્ત જણાવેલ જગ્યાએ વિનામૂલ્યે ટેસ્ટ કરાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.


Share

Related posts

પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

નડિયાદમાં ડ્રેનેજ પાઈપલાઈનની કામગીરીમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું થયું મોત.

ProudOfGujarat

ઝઘડિયાનાં રાજપારડી નજીક પદયાત્રીઓને બાઈક સવારે અડફેટે લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!