ભરૂચ તાલુકાના નબીપુર ગામે સાર્વજનિક હાઇસ્કુલ ખાતે 15 થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોનાની રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હાજર રહયા હતા. રસી બાળકોના વાલીની મંજૂરી બાદ જ બાળકોને અપાઈ હતી. આ સ્કૂલમાં 172 બાળકોની હાજરી હતી જેમાંથી 102 બાળકોને રસી અપાઈ હતી. શાળાના આચાર્ય એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકોને રસીની મહત્તા વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડયા બાદ જ વાલીઓની સંમતિ પછી રસીકરણ કરાયું હતું.
સમગ્ર રસીકરણ કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્કૂલના સ્ટાફગણે ઉમદા કામગીરી બજાવી હતી. બાળકોએ પણ ઉત્સાહ પૂર્વક રસીકરણના પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. શાળાના આચાર્ય એ બાળકોને રસી આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement