ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતી અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી વિવિધ માંગણીઓ ન સંતોષાતા ભરૂચ ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકારે ભારત સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર પંચના તમામ લાભો આપવાનો સિદ્ધાંત સ્વીકાર કરેલો હતો ત્યારે કર્મચારીઓને એક 2016 થી સાતમો પગાર પણ સ્વીકારી ફક્ત પગારનો લાભ આપેલું હશે જ્યારે તમામ રસ્તાઓ તથા અન્ય લાભો છઠ્ઠા પગાર પંચ મુજબના જુના દરે મળ્યા છે. રાજ્યનામાં મંડળોના હોદ્દેદારોએ નક્કી કર્યા મુજબ અગાઉ માંગણીઓનું નિરાકરણ લાવવા જણાવેલા હતા પરંતુ કુલ ૧૬ પડતર પ્રશ્નો બાબતે હજુ સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ ન હોવાથી કર્મચારી મંડળ દ્વારા ધરણાં પર બેસી માંગ કરી હતી કે ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવું, ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી લાભો જેવા કે એચ આર એ શિક્ષણ ભથ્થું, વાહન ભથ્થુ અન્ય ભથ્થા, રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં કેસલેસ મેડિકલ, ગ્રેજ્યુએટી વધારવી, વય નિવૃત્તિ 58 વર્ષની વધારી ભારત સરકારના કર્મચારીઓની જેમ 60 વર્ષ કરવી જેવી વિવિધ માંગણીઓ સાથે કલેકટર ઓફિસ સામે ધરણાં યોજી સરકાર જો ત્વરિત માંગણીઓ ના પ્રશ્નનો ઉકેલ નહિ લાવે તો આવનારા સમયમાં કર્મચારી મંડળ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.
ધરણાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુ પટેલ, પ્રમુખ આર એચ પટેલ, મહામંત્રી દિનેશ દેવમુરારી, પ્રદ્યુમનસિંહ વાઘેલા પ્રવીણભાઈ સુતરીયા બેચરભાઈ રાઠોડ સહિતના કર્મચારી મંડળોના પ્રમુખોએ ધરણામાં ઉપસ્થિત રહ્યાં હતાં.