Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના વોર્ડ નંબર 5 ના રહીશોએ નગરપાલિકા ખાતે વિસ્તારનાં પ્રશ્નોની રજુઆત કરી.

Share

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નબર 5 ના રહીશોએ નગરપાલિકા ખાતે પ્રમુખ અને મુખ્ય અધિકારીને પીવાના પાણી, ગટર અને રસ્તાની સમસ્યા અંગે રજુઆત કરી હતી.

ભરૂચ નગરનાવોર્ડ નંબર 5 ના રહીશોએ ભરૂચ નગરપાલિકા ખાતે જઈ સમસ્યાઓ અંગે લેખિત અને મૌખિક રજુઆત કરી હતી. વોર્ડ નંબર 5 ના રહીશોએ જણાવ્યું હતું કે તેમને સવારે 6 વાગ્યાના અરસામાં પાણી મળે છે તે પણ પૂરતા દબાણ સાથે પાણી મળતું નથી તેથી રહીશોએ સવારના 8 વાગ્યાંના અરસામાં પૂરતા ફોર્સ સાથે પાણી મળે તેવી રજુઆત કરી હતી સાથે જ ગટરોના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે બાળકો ગટરમાં પડી જાય તેવી સંભાવના હોવાથી ગટરના ઢાંકણા બેસાડવા અને બિસ્માર રસ્તાના સમારકામ અંગે રજુઆત કરી હતી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીએ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

Advertisement

Share

Related posts

આપત્તિનાં સમયે અમદાવાદ જિલ્લામાં સરકારી તંત્ર અને સરકાર સેતુ બન્યા ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

ProudOfGujarat

લ્યો બોલો, નેત્રંગ ગ્રામપંચાયત નું વીજ બિલ બાકી પડતા જીઈબી એ જોડાણ કાપવાની ફરજ પડી

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!