ભરૂચ તાલુકાના વડવા ગામ ખાતે નીલગાય રોઝનો શિકાર કરવા અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિગતે જોતા મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરૂચ નોર્મલ તથા સામાજિક વનીકરણના સ્ટાફ સાથે વડવા ગામ તાલુકો જીલ્લો ભરૂચના સ્થળે રેડ કરતા આરોપી (૧) ઇનાયત ઉમરજી પટેલ (૨) અશરફ ઇનાયત પટેલ (૩) મુબારક હૈદર મન્સૂરી (૪) સાદિક ઈસ્માઈલ દિવાન (૫) આરીફ મોહમ્મદ પટેલ દ્વારા નીલ ગાય (રોઝ) શિકાર કરવામાં આવેલ તેઓ સામે ગુનો નોંધી વન્યપ્રાણી અધિનિયમ 1972 મુજબની કાર્યવાહી કરી ગુના કામે ઉપયોગમાં લીધેલ સાધન (૧) ચપ્પું બે નંગ (૨) છરો (દાવ) (૩) એક બારબોરની બંદૂક (૪) મોટરસાયકલ નંગ- બે (૫) જીપ ગાડી એક (૬) ટ્રેક્ટર એક કબજે કરેલ તથા નીલ ગાય (રોઝ) ના શિકાર કરેલ અવશેષો વગેરે કબ્જે લેવામાં આવેલ અને આગળની તપાસની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળેલ છે.
ભરૂચ : વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.
Advertisement