ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું ૩૭ મું રાષ્ટ્રીય દલિત સાહિત્ય સંમેલન પંચશીલ આશ્રમ ઝદૌડા ગામ બુરાડી બાયપાસ આઉટરરીંગ રોડ દિલ્હીમાં અકાદમીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોહનલાલ સુમનાક્ષર, સંઘપ્રિય ગૌતમ શતાપુ તેમજ વિદેશોમાંથી આવેલાં વિદ્વાનો – વિદુષીઓની હાજરીમાં યોજવામાં આવેલ હતો. આ સંમેલનમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી આવેલ મહાનુભાવોનો સન્માનિતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના માંગરોલ ગામના શિક્ષક શ્રી ફરશુરામ શંકરભાઈ વસાવા જેઓ હાંસોટ તાલુકાના માજી.બી.આર.સી.કૉ-ઓર્ડિનેટર, માજી.સી.આર.સી., માજી.બી.આર.પી., માજી.ગૃપાચાર્ય હાંસોટ અને આચાર્ય તરીકે જંબુસર તાલુકાના ધરમપુરા ખાતે સેવા બજાવી નિવૃત્ત થયાં હતાં અને સામાજીક સેવા બજાવી એક ઉમદા શિક્ષકત્વનું ઉદાહરણ, મિલનસાર સ્વભાવ ધરાવનારા ગુજરાતના શિક્ષકને દિલ્હી ખાતે સદગુરુ કબીર સાહેબ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં ગુજરાત રાજ્યમાં ૬ વ્યક્તિઓની પસંદગી થવા પામી હતી જેમાં હાંસોટ તાલુકાના માંગરોલ ગામના શિક્ષક ફરશુરામ શંકરભાઈ વસાવાનો સમાવેશ થયો હતો.
હાંસોટ તાલુકાના માંગરોલ ગામના શિક્ષક ફરશુરામ શંકરભાઈ વસાવાને સન્માનિત કરાયા.
Advertisement