ભરૂચ તાલુકાનાં મનુબર ગામ ખાતે આવેલ મનુબર સાર્વજનિક સ્કૂલમાં કોરોનાની વેકસીન અંગેની કાર્યવાહી ચાલુ હતી તેવામાં કોરોનાની વેકસીનની આડઅસર ત્રણ વિદ્યાર્થિનીઓને થઈ હતી. જેમને ચક્કર અને ગભરામણની ફરિયાદ થતાં શાળામાં અફરાતફરીનું વાતાવરણ ફેલાય ગયું હતું. તેમજ અન્ય બાળકો કે જેઓ કોરોનાની વેકસીન મૂકાવવા તૈયાર હતા તેઓમાં ભયની લાગણી ફેલાય ગઈ હતી. શાળા સંચાલક મંડળમાં પણ ત્રણ વિદ્યાર્થિનીઓને રસીની આડઅસર થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્રણ વિદ્યાર્થિનીઓને 108 એમ્બ્યુલ્સ દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લામાં તા.3/1/22 થી 15 થી 18 વર્ષ વયજૂથના બાળકોને રસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે તા.5/1/22 ના રોજ ત્રણ વિદ્યાર્થિનીઓને આડઅસર થઈ હોય તેવો પહેલો બનાવ જણાયો છે. જોકે આ બાબતે વારંવાર ભરૂચ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગનો સંપર્ક કરતાં સંપર્ક સાધી શકાયો ન હતો તેમ છતાં મનુબર સાર્વજનિક સ્કૂલની વિદ્યાર્થિનીઓની રસીની આડઅસર અંગેની વાતો વાયુવેગે ફેલાતા સમગ્ર જીલ્લાના બાળકોના રસીકરણના કાર્યક્રમ પર તેની અસર પડે તેવી સંભાવના ઊભી થઈ હતી.
ભરૂચ : મનુબર સાર્વજનિક સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીનીઓને વેકસીનની થયેલ આડઅસર.
Advertisement