Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં ટંકારીયા સ્પોર્ટસ ક્લબ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન ટીમે 162 રને મેળવ્યો વિજય.

Share

ભરૂચ તાલુકાના ટંકારીઆ સ્પોર્ટસ ક્લબ દ્વારા આયોજિત ગત વર્ષની કોવીડ-૧૯ ના કારણે સ્થગિત કરાયેલી માર્યાદિત ૩૦ ઓવરની નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુસ્તુફાબાદ ગ્રાઉન્ડ [ખરી] પર જંબુસર ઇલેવન અને વોરાસમની ઇલેવન વચ્ચે યોજાઈ હતી.

જેમાં મેચના અંતે વોરાસમની ઇલેવન આઠ વિકેટે વિજયી નીવડી હતી. જંબુસર ઇલેવને ટૉસ જીતી પ્રથમ દાવ લેતા નિર્ધારિત ૩૦ ઓવરમાં ૧૫૯ રન ફટકાર્યા હતા. જેની સામે વોરાસમની ઈલેવને ફક્ત બે જ વિકેટ ગુમાવી ૧૬૨ રન ફટકારી ભવ્ય વિજય મેળવ્યો હતો. ફાઈનલ મેચના મેન ઓફ ઘી મેચ વોરાસમની ટીમના અબ્દુલ સમદત થા ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન સાપા ઈલેવનના જેશલ કારિયા તથા મેન ઓફ ઘી સિરીઝ જંબુસરના મહફુઝ જોલી બન્યા હતા. મેચના અંતે વિજેતા ટીમને વિજેતા ટ્રોફી ભરૂચ ડિસ્ટ્રીકટ કોપરેટીવ બેન્કના ડિરેક્ટર અજયસિંહ રણાના હસ્તે એનાયત કરવામાં આવી હતી.

જ્યારે રનર્સ અપ ટ્રોફી ઝહીર ગનીભાઇ કુરૈશી તથા ગામના સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, મુબારકભાઈ ડેરોલવાળા તથા મુસ્તુફાભાઈ ખોડાના હસ્તે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ફાઈનલ મેચનો મુકાબલો નિહાળવા ઉમટી પડ્યા હતા. ફાઈનલ મેચમાં પટેલ ઇમ્તિયાજ (સામજીક કાર્યકર), રહાડ ગામ પંચાયત સરપંચ કિરીટ ભાઈ વસાવા, ગામ આગેવાનો, તથા દેશ વિદેશથી પધારેલા મહેમાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ટંકારીઆ સ્પોર્ટસ ક્લબના આયોજકોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અબ્દુલભાઇ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : પશુ ક્રુરતા અંગે બનેલ ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ.

ProudOfGujarat

રાજકોટના લોઠડામાં પતંગનો દોરો ઘાતકી બન્યો : ગળું કપાઈ જતાં સાત વર્ષના બાળકનું મોત

ProudOfGujarat

જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે કોરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!