બાઇક સવારો દ્વારા અવનવા કરતબો એટલે કે સ્ટંટ કરી પોતે દબંગ હોવાનું સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે પરંતુ તેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાય છે તે અંગે વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જે દુ:ખદ બાબત કહી શકાય. જેમ કે આજે વાયરલ થયેલ બાઇક સવારના વિડિયોમાં એક બાઇક પર બે સવારો હાથમાં ધારિયું અને કુહાડી લઈને પસાર થતાં હોવાનું જણાય રહ્યું છે. દેખીતી રીતે આવું કરવા પાછળનો બાઇક સવારનો હેતુ તેમનો વટ લોકો પર પાડવાનો હોય શકે પરંતુ આવા વિડીયો વાયરલ થયા બાદ બાઇક સવારો સામે પોલીસ તંત્રનું સૂચક મૌન અન્ય બાઇક સવારોને આવા કરતબો કરવા પ્રોત્સાહન આપે છે. નાની મોટી ઘટનાઓ અંગે પોલીસ તંત્ર દ્વારા બાઇક સવારોને મેમો આપવામાં આવે છે ત્યારે આવી મોટી ઘટનામાં પોલીસ તંત્ર કેમ ચૂપ છે તે એક લોકચર્ચાનો વિષય બની ગયો છે.
Advertisement