ટેક્સટાઇલ ઉદ્યોગની માફક જ ફૂટવેર ઉદ્યોગ ઉપર પણ જીએસટી દરમાં વધારો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. ફૂટવેર ઉપર હાલ પાંચ ટકા જીએસટી લગાડવામાં આવી રહ્યો છે જેને વધારીને 12 ટકા કરવાનો નિર્ણય કરાતા ઉગ્ર વિરોધ કરાયો છે.
કાપડ અને પગરખામાં 12 % જી.એસ.ટી. વધારો કરાયો હતો પરંતુ કપડાના વેપારીઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરતાં કાપડ પર લદાયેલ જી.એસ.ટી. આખરે મોકૂફ રાખવામા આવ્યો હતો પરંતુ ફૂટવર એટલે કે પગરખાં પરનો જી.એસ.ટી. વધારો 12 % યથાવત રખાતા ફૂટવેરના વેપારીઓએ પોતાનો વિરૂદ્ધ વ્યકત કરવા આજે પગરખાની દુકાનો બંધ રાખી અને તે દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.
Advertisement