ભાઈન હોવાથી પુત્રની ગરજ સારતી દીકરી…..
ભરૂચમાં નિરાધરોની મદદે હંમેશા રહેનાર સેવાયજ્ઞ સમિતીની વધું એક ઉત્તમ કામગીરી ૫ મહિના પહેલાં મુંબઈ થી અમદાવાદ જવા માટે નીકળેલ દોશી માં કાશ્મીરા બેન મોદી જે ટ્રેનમાં બેસેલ હોઈ
તેનું છેલ્લું સ્ટોપેજ ભરૂચ હોઈ વધુ ચાલી નહીં શકનાર અને સ્પષ્ટ બોલી પણ નહીં શકનાર કાશ્મીરાબેનને રેલ્વે પોલીસે સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.અને ત્યાર બાદ તેવોને વધુ સારવારની જરૂરીયાત ન હોઈ અને તેમની આગળ પાછળ કોઈ ન હોઈ તેમને ભરૂચ સેવાયજ્ઞ સમિતિ ના રાકેશભાઈ ભટ્ટ ને સોંપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આજ દિન સુધીનો તમામ ખર્ચ અને સારસંભાળ ભરૂચ સેવાયજ્ઞ સમિતિએ ઉપાડેલ થોડાં સ્વસ્થ થયેલ કાશ્મીરાબેને પોતે મુંબઈ કાંદીવલીના હોવાનું જણાવ્યું હતું અને ત્યાં તેંમનું પોતાનું ઘર પણ છે ત્યાં તેમની દીકરી રહે છે તેવું જણાવતા સેવાયજ્ઞ સમિતિના સભ્યોએ ત્યાં જઈને તપાસ કરતાં ત્યાં તેમના ઘરે તાળું મારેલ મળ્યું હતું.અને સેવાયજ્ઞ સમિતિના સભ્યો દ્રારા આજુ બાજુમાં રહેતા પડોસીઓને ભરૂચ સેવાયજ્ઞ સમિતિનું સરનામું અને ફોન નંબર આપીને આવ્યાં હતાં.કે તેમની દીકરી આવે તો તેને જણાવજો કે તેમના માતૃશ્રી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે.ત્યાર બાદ તેમની દીકરીને સમાચાર અને સરનામું મળતાં તેંમની દીકરી રાધિકા ભરૂચ સિવિલ પર આવી પહોંચી હતી માતાને જીવિત હાલતમાં જોઈને દીકરીની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.જયારે માં અને દીકરીના મિલન મા બન્નેવની આંખોમાં અશ્રુઓની ધરા વહેવા લાગી હતી.જેના માટે દીકરી રાધિકાએ સેવાયજ્ઞ સમિતિનો ખુબજ આભાર માન્યો હતો.અને ત્યાર બાદ તે મુંબઈ પરત ગઈ હતી.અને ગત રોજ તારીખ ૫ ના રોજ કાશ્મીરાબેન દેવલોક પામ્યા હોઈ તે અંગેની જાણ તેમની દિકરીને મુંબઇ કરતાં તેણી આજ રોજ મુંબઇ થઈ આવતા ભરૂચ ખાતે આવેલ દશાશ્વમેઘ ઘાટ પર આવેલ શાંતિવન સ્મશાન ગૃહ ખાતે તેમની દિકરી રાધિકાએ પોતાનો કોઈ ભાઈ કે સાગા સંબંધી ના હોઈ પોતાના હાથે માતૃશ્રીને અગ્નિદાહ આપી દીકરો ન હોવાની ગરજ સારી હતી.