Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સને નબીપુર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો.

Share

ને. હાઇવે નંબર ૪૮ પર આવેલા નબીપુર નજીક વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સને અજાણ્યા વાહને ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લઇને ભરૂચ જઈ રહી હતી તે સમયે નબીપુર નજીક ઝંધાર અને નબીપુર વચ્ચે કોઈ અજાણ્યા વાહને એમ્બ્યુલન્સને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એમ્બ્યુલસમાં સવાર એક દર્દીને તથા તેની સાથે રહેલા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ભરૂચ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એમ્બ્યુલન્સને ભારે નુક્સાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અક્સ્માત સંદર્ભે આગળની તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

જે. પી. કોલેજના વિદ્યાર્થીઓએ યોજી સ્વચ્છતા હી સેવા અંતર્ગત જાગૃતિ રેલી

ProudOfGujarat

ભરૂચ : બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ નું ખોટકયેલ એ.ટી.એમ મશીન રીપેર ના થતા ઘેરો અસંતોષ

ProudOfGujarat

ભરૂચ-દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!