Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

Share

ભરૂચ નગરના સ્ટેશન રોડ પર આવેલ બંધ પડેલ રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે આગ લાગવા અંગેનું કારણ હજી અકબંધ છે. એમ મનાઈ રહ્યું છે કે મળસ્કાના સમયથી કોઈક કારણોસર આગ લાગી હોય અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોય એમ બની શકે હાલ રિલીફ ટોકીઝને અડીને તિબેતીયન ગરમ કપડાં બજાર અને અન્ય હંગામી બજાર આવેલ છે. જોકે સદભાગ્યે આગ ત્યાં સુધી પ્રસરી ન હતી જો આગ આવા હંગામી ગરમ કપડાં અને અન્ય બજારોને લપેટમાં લેતે તો ભીષણ આગ હોનારતની ઘટના સર્જાત પરંતું સદભાગ્યે આગને સમયસર ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ કાબુમાં લઈ લઈ લીધી હતી.

Advertisement

Share

Related posts

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર ઉદય માહુરકરના આશીર્વાદ લીધા.

ProudOfGujarat

રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-૨ ડેમ ઓવરફલો, ૧૯ ગામોને કરાયા એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!