Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચંદેરીયા મુકામે સાવિત્રીબાઇ ફુલે અને ડો.જયપાલસિંગ મુંડાના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ચંદેરીયા મુકામે આજરોજ તા.૩ જી જાન્યુઆરીના રોજ સાવિત્રીબાઇ ફુલેની ૧૯૧ મી અને ડો.જયપાલસિંગ મુંડાની ૧૧૯ મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ચંદેરીયા વ્હાઈટ હાઉસ ખાતે ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાના હસ્તે સાવિત્રીબાઇ ફુલે અને જયપાલસિંગ મુંડાની પ્રતિમાના નિર્માણ માટે ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ જણાવ્યુ કે વર્તમાન સરકારોમાં પછાત વર્ગોની સતત અવગણના કરવામાં આવે છે તે બાબતે અમારો વિરોધ છે. સહુનો સાથ સહુનો વિકાસની વાતો કરતી સરકારના શાસનમાં આદિવાસી યુવાનો બેકાર છે. આગામી વિધાનસભાની ચુંટણી બાદ કેવા મુખ્યમંત્રીને સમર્થન આપશો એમ પુછતા આદિવાસીઓના હિતોનું રક્ષણ કરે એવા મુખ્યમંત્રીને સમર્થન આપવાની વાત તેમણે ઉચ્ચારી હતી. આયોજિત કાર્યક્રમમાં બીટીપી અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆતે ભારતીય ટ્રાઇબલ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા દ્વારા આદિવાસી અગ્રણી અને ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાનું સ્વાગત કર્યુ હતુ. આયોજિત કાર્યક્રમમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશના તેમજ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાવિત્રીબાઇ ફુલેના જીવનને આદર્શ બનાવીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં છોટુભાઈ વસાવા અને મહેશભાઇ વસાવા દ્વારા પેસા એક્ટ અને સંવિધાનિક જાગૃતિ માટેની પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતુ. અત્રે પધારેલ વિવિધ વક્તાઓએ પ્રસંગોચિત વકતવ્યમાં છોટુભાઈ વસાવાને સાથ આપીને આદિવાસી હિતોના રક્ષણ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઇ ફુલે, બિરસા મુંડા અને ડો.જયપાલસિંગ મુંડાનો સંદેશ ગામડે ગામડે ફેલાવવા અનુરોધ કરાયો હતો. બીટીપી અગ્રણી દિલિપભાઇ વસાવાએ આદિવાસી ભાષામાં પોતાનું વકતવ્ય રજુ કરીને આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા હિમાયત કરી હતી. બીટીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઇ વસાવાએ આદિવાસીઓના હિત વિરુધ્ધની વ્યવસ્થા તોડવા આગળ આવવા અનુરોધ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, બે ઇસમોની ધરપકડ

ProudOfGujarat

વડોદરાનાં મહાકાલ નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 9 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

જામનગર-ખાનગી શૈક્ષણિક સંસ્થાની શિક્ષિકાએ કરી આત્મહત્યા-આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!