આજથી સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જીલ્લામાં પણ 15 થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ બાળકોએ રસી મૂકવવા અંગે ખૂબ ઉમંગ દાખવ્યો હતો. આ ઉમંગના પગલે જિલ્લાના દરેક રસીકરણ કેન્દ્રો પર વાલીઓ અને બાળકોની ભીડ જણાય હતી. બાળકોએ કોરોનાની રસી લીધા બાદ અન્ય બાળકોને પણ રસી લેવા અંગે અપીલ કરી હતી. ખાસ કરીને બાળકોએ જણાવ્યુ હતું કે ભરૂચ જીલ્લામાં ઓમિક્રોન અને કોરોના મહામારીનો રાફડો ફાટયો છે ત્યારે વાલીઓ દ્વારા તેમણે બહાર જવા દેવામાં આવતા નથી આવા સમયે કોરોનાની રસી આશીર્વાદરૂપ થયેલ તેમજ કોરોના સામે એક અસરકારક કવચરૂપ સાબિત થઈ રહ્યું છે. ભરૂચ જીલ્લામાં બાળકો ખૂબ ઉત્સાહ દાખવતાં રસીકરણની ટકાવારી ખૂબ ઊંચી આવે તેવી સંભાવના છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષા કવચ પુરું પાડવા ભરૂચ જિલ્લામાં કુલ ૨૫૯ શાળાઓમાં રસીકરણ સેશન ખાતે અંદાજીત ૩૦૧૦૪ બાળકોને કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લામાં બપોરના 3 વાગ્યા સુધીમાં બાળકોને મૂકવામાં આવેલ કોરોનાની રસીની કોઈ આડઅસર જણાય નથી.
ભરૂચ જીલ્લામાં બાળકોને કોરોનાની રસી મૂકવાની કામગીરીની શરૂઆત.
Advertisement