ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ અને એલ.સી.બી. પોલીસ દ્વારા તા.23/12/21 થી તા.31/12/21 સુધી પ્રોહિબિશન અને જુગારની ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દીવસો દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તેમજ એલ.સી.બી દ્વારા દેશી દારૂના કુલ 635 કેસો નોંધવામાં આવ્યા હતા. દેશી દારૂ લિટર 2507 જેની કિં. 50 હજાર કરતાં વધુ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે કુલ 559 આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે વિદેશી દારૂ અંગે ત્રણ ક્વોલિટી કેસો સહિત 15 કેસો કરવામાં આવ્યા હતા. આ કેસોમાં નાની મોટી બોટલો થઈ કુલ 4327 બોટલો કે જેની કિં.4,65,500 થાય છે તે જપ્ત કરવામાં આવી હતી અને 13 જેટલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં લોકોમાં ચાલતી ચર્ચા મુજબ પોલીસ તંત્ર અને એલ.સી.બી દ્વારા માત્ર તહેવારે આવી ડ્રાઈવ યોજવામાં આવે તેનો કોઈ અર્થ નથી વાસ્તવમાં આખા વર્ષ દરમિયાન વિવિધ ડ્રાઈવ યોજવી જોઈએ કે જેથી અસરકારક રીતે દારૂબંધીના કાયદાનો અમલ થઈ શકે.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન જાણો કેટલો દારૂ ઝડપાયો.
Advertisement