ભરૂચ તાલુકાના વરેડિયા ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સેવસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત વરેડિયા ખાતે પણ સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજાયો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આઠ ગામોના ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે માં અમૃત્તમ કાર્ડ, જાતિના દાખલા, વિધવા સહાય પેન્શન યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. ગામના યુવા સરપંચ ફઝીલા દૂધવાળાએ સેવાસેતુ કાર્યક્રમની કામગીરી માટે કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ભરૂચ મામલતદાર રોશનીબેન પટેલે સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે એ માટે અનુરોધ કર્યો હતો. સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત સત્તાધીશોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી.
યાકુબ પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના વરેડિયા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
Advertisement