Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સ્ટેશન રોડ પર પ્લાસ્ટિકની થેલી મામલે ચેકીંગમાં નીકળેલ પાલીકા ટીમ અને ફ્રુટ લારી ધારકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું.

Share

ભરૂચના સ્ટેશન રોડ પર જુના બસ ડેપો પાસે આજે પાલીકા ટીમ અને સ્થાનિક ફ્રુટના લારી ધારકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું, નગરપાલિકા ટીમના સભ્યો ફ્રુટ માર્કેટમાં પ્લાસ્ટિકની થેલી મામલે તપાસમાં ગયા હતા દરમિયાન અચાનક જ લારી ધારકો અને પાલિકાના કર્મીઓ વચ્ચે મામલો ગરમાયો હતો.

લારી ધારકો અને પાલીકા ટીમના કર્મીઓ વચ્ચે એક સમયે ઉગ્ર શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું, લારી ધારકોનું જણાવવું હતું કે સવારના સમયે હજુ માલ ભરીને અમે લોકો આવ્યા છે ત્યાં તો પાલીકાના કર્મીઓ પ્લાસ્ટિકની થેલીઓ બાબતે તપાસમાં આવી પહોંચી દંડની કાર્યવાહીની વાત કરતા હતા જેથી તેઓએ ઉગ્ર બની મામલે રજુઆત કરવાની નોબત આવી હતી.

Advertisement

મહત્વની બાબત છે કે પ્લાસ્ટિકની થેલીઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે આજે પણ શહેરના મોટા ભાગના વેપારીઓ આ પ્લાસ્ટિકની થેલીઓમાં માલ સામાન ભરીને આપતા નજરે પડી રહ્યા છે ત્યારે તંત્રએ પણ નાની માછલીઓને નહિ પંરતુ પ્લાસ્ટીક થેલીઓના જથ્થાનું શહેરમાં વેચાણ કરતા મોટા વેપારીઓને પકડમાં લઈ દંડનીય કાર્યવાહી કરે તે બાબત હાલ આ ઘટના ક્રમ બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.


Share

Related posts

પંકજ પોલીસ પકડમાં…ભરૂચ દહેજ માર્ગ પર વડવા ગામ પાસેથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળાનો દેશમાં IGBC અંતર્ગત ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.

ProudOfGujarat

ભાવનગર જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડે વિધિવત ચાર્જ સંભાળ્યો, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ રાઠોડને જિલ્લાની કમાન સોંપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!