સુશાસન સપ્તાહ નિમિત્તે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા આયોજિત ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર થયેલ જિલ્લાની ૭ તાલુકાની ૬૨ ગ્રામ પંચાયતોને રૂ.૩ કરોડ ૫૭ લાખ ૭૫ હજાર જેટલી પ્રોત્સાહક રકમ સીધી ગ્રામ પંચાયતના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. પ્રતિકાત્મકરૂપે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે બિનહરિફ સાત સરપંચોને પ્રમાણપત્ર તથા ચેક એનાયત કરાયા હતા. આ ઉપરાંત એન.આર.એલ.એમ યોજના હેઠળ ગામના સ્વ.સહાય જુથોથી બનેલા વિલેજ ઓર્ગેનાઈઝેશનના સમૂહોને સી.આઈ.એફ. અંતર્ગત કુલ-૭૦ લાખના અને એન.આર.એફ. અંતર્ગત રૂ.૯૩.૪૦ લાખના ચેકોનું વિતરણ પણ મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મકરૂપે સ્ટેજ પરથી થયું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ-૮૨.૮ લાખના ખર્ચે તૈયાર થયેલ ૬૯ આવાસોનું લોકાર્પણ, જ્યારે ૨૫૭ લાભાર્થીઓને આવાસનો લાભ મળનાર છે. જેનું ખાતમુહૂર્ત થયું હતું. આ ઉપરાંત ગ્રામજનો માટે કુલ-૩૬૪ લાખના ૨૬ નવા પંચાયત ઘર/તલાટીકમ મંત્રી આવાસનું ખાતમુહૂર્ત તેમજ કુલ-૨૦૭ લાખના ૪૫ જેટલા રસ્તાઓના નવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ હેઠળ ગામના લોકોને શહેરીકરણ જેવું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર મળે તે હેતુથી ૬૧ લાખના ખર્ચે તૈયાર થયેલ સજોદ ગામે હાઈસ્કુલનું ૩૫.૩૬ લાખના ખર્ચે તૈયાર થયેલ ટ્રેનીંગ સેન્ટર તથા કુલ-૨૨.૧૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ઈ-ગ્રામ સેન્ટરનું જુદી-જુદી ગ્રામ પંચાયતોમાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુશાસન સપ્તાહની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રગટાવી ખુલ્લો મુક્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરકારની વિવિધ યોજના થકી છેવાડાના જરૂરીયાતમંદ લોકોને જરૂરી સહાય મળે તે દિશામાં કામગીરી કરવા ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચો અપીલ કરી હતી. તેમણે રાજ્ય સરકાર ધ્વારા નાગરિકોને ઘેર બેઠા સરકારી યોજનાના લાભો પહોંચાડી સુશાસનની પ્રતીતિ કરાવી છે તેમ પણ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન, ગેમલસિંહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, પ્રાંત અધિકારશ્રી એન.આર.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, આગેવાન પદાધિકારીઓ-અધિકારીઓ, નવા ચૂંટાયેલા સરપંચો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.