Proud of Gujarat
FeaturedGujaratINDIA

હું તને જાહેરમાં કહું છું, શુ તું મારી સાથે લગ્ન કરીશ, સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અભિનેત્રી અમિષા પટેલને કર્યું પ્રપોઝ..!!

Share

કોંગ્રેસમાં નેતા સ્વ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો આજે જન્મદિવસ છે, સૌ કોઈ ફૈઝલ પટેલને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે તો બીજી તરફ ફૈઝલ પટેલના એક ટ્વીટથી ભારે ખળભળાટ મચ્યો હતો, ફૈઝલ પટેલના જન્મ દિવસની શુભેચ્છાઓ આપતા જ્યાં અભિનેત્રી અમિષા પટેલે ફૈઝલને ડાર્લિંગ કહીને જાહેરમાં શુભેચ્છાઓ આપી તો ફૈઝલ પટેલે અમિષાના ટ્વિટના જવાબમાં લગ્નની જ ઓફર કરી દેતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

અમિષાને જવાબ આપતા ફૈઝલ પટેલે રી ટ્વીટ કર્યું અને લખ્યું કે હું તને જાહેરમાં કહું છુ, શુ તું મારી સાથે લગ્ન કરીશ, ફૈઝલ પટેલે બસ આટલું ટ્વીટ કરતા જ સોશિયલ મીડિયામાં આખું ધ્યાન બંનેની ગપસપ ઉપર કેન્દ્રિત થયું હતું.

Advertisement

મામલો ચર્ચાસ્પદ બનતા જોતા જ ગણતરીના સમયમાં ફૈઝલે પોતે કરેલું પ્રપોઝવાળુ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી, જોકે ફૈઝલનાં આ પોસ્ટ ત્યાં સુધી અનેક યુઝર્સ એ જોઈ લીધી હતી અને આખરે મિડિયા મામલો ચર્ચાનું કેન્દ્ર પણ બની ગયો છે.

::-શુ અભિનેત્રી અમિષા પટેલ બનશે ભરૂચની વહુ..!!

અમિષા પટેલ અને ફૈઝલ પટેલ વચ્ચે ટ્વિટર પર જામેલા ઇલુઇલું બાદ લોકો વચ્ચે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને લોકો હવે ચર્ચાઓ કરી રહ્યા છે કે શું અભિનેત્રી અમિષા પટેલ ભરૂચ જિલ્લાના વતની સ્વ.અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાથે લગ્ન કરી ભરૂચની વહુ બનવા જઈ રહી છે,.!?તેવા અનેક સવાલો લોકોમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.


Share

Related posts

પંચમહાલ-મોરવાહડફ તાલુકાના ખાનપુરમાં પશુ આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

રથયાત્રામાં વરસાદનો સંકટ : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ.

ProudOfGujarat

ભરૂચ BDMA દ્વારા #METOO વિષય પર વ્યાખ્યાન યોજાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!