Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરથી ભરૂચ આવતી એસ.ટી.બસનું પાછળનું વ્હીલ નીકળી જતાં મુસાફરોનાં જીવ ચોટયા ટાળવે…

Share

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી આજે અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં જંબુસરથી ભરૂચ તરફ આવતી એક એસ.ટી બસના પાછળના ભાગે આવેલ વ્હીલ ચાલુ બસે નીકળી જતા બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટયા હતા.

અકસ્માતની ઘટનામાં બસ ચાલકની સમય સૂચકતાને પગલે બસમાં સવાર ૫૦ થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે, જોકે સવારની ઘટના બાદ ૧ કલાકનો સમય વિત્યો હોવા છતાં એસ.ટી.ડેપો દ્વારા અન્ય બસ નહિ ફાળવતા બસમાં સવાર મુસાફરો રઝળયા હતા.

Advertisement

મહત્વની બાબત છે કે અચાનક આખે આખું ટાયર ચાલુ બસે નીકળી જવું તે બસની સર્વિસ ઉપર સવાલો ઉભા કરે છે, આખરે આ પ્રકારે ખતરાજનક બસો તંત્ર દોડાવી મુસાફરોના જીવ સાથે ચેડાં કરતી હોવાની બાબત આ અકસ્માતની ઘટના બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.


Share

Related posts

અપના કામ બનતા ભાડ મૈં જાય જનતા….ભરૂચ નગરપાલિકામાં લાલિયાવાડી, બપોર બાદ મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની ઉઠી બૂમ.

ProudOfGujarat

ઝઘડીયા : તાડફળીનાં વેચાણ પર લોકડાઉનની અસર વર્તાય, તાડફળીનું વેચાણ કરતાં કેટલાક પરિવારો બેરોજગાર બન્યા.

ProudOfGujarat

ડેડીયાપાડાથી નેત્રંગ તરફ આવતી ટ્રક થવા નાળા પર પલ્ટી મારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!