Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચનાં વડદલા પાસે ચાકુની ધાર પર લૂંટ કરતા ૪ શખ્સોની પોલીસે કરી અટકાયત … જાણો વધુ

Share

જીતને ભી પૈસે હે નિકાલ વરના ગલે પર ચાકુ માર દુંગા બોલી ભરૂચ ના વડદલા નજીક ચાર જેટલા શખ્સો એ ટ્રક ચાલક પાસે થી અંદાજીત ૧૦ હજાર જેટલા ના મત્તા ની લૂંટ કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો ………..

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુ.પી ના ભદોહી જીલ્લા ના અને હાલ વડદલા ગામ ના પટેલ ફળિયા ભરૂચ ખાતે રહી ડ્રાઇવર તરીકે કામ કરતા દિનેશ ભાઈ શ્રીરાજદેવ મટરૂપાલ નાઓ ગત રાત્રી ના સમયે દહેજ ની ગુજરાત ફ્લોરો કંપની માંથી કેમિકલ ભરી હાલોલ તરફ જવા માટે નીકળ્યા હતા ….તે દરમિયાન ભરૂચ ખાતે તેઓ ના શેઠ પાસે થી ખર્ચી ના અંદાજીત ૧૦ હજાર રૂપિયા લીધા હતા અને જતા હતા તે સમયે જી એન એફ સી ના આઉટ ગેટ પાસે વડદલા ગામ નજીક તેઓથી ટ્રક લઇ બોસ્ટન હોટલ ના પાછળ ભાગ તરફ ના રસ્તા ઉપર થી પસાર થઇ રહ્યા હતા ………

Advertisement

ત્યારે અચાનક તેઓ ની ટ્રક ની આગળ એક એક ડિયો ના ચાલકે સામે ઉભી રાખી હતી જેની ઉપર થી ચાર સવારી માણસો એ ઉતરી ટ્રક ચાલક ને બે વ બાજુ થી ઘેરી વર્યા હતા અને ટ્રક ચાલક ને નીચે ઉતારી ચપ્પુ ધાક ધમકી આપી તેની પાસે થી તેના શેઠે આપેલા ખર્ચી ના ૧૦ હજાર રૂપિયા તેને માર મારી લૂંટી લઇ પલાયન થઇ ગયા હતા ..બાદ માં ટ્રક ચાલકે તેના શેઠ ને અને પોલીસ ને ફોન કરી ઘટના અંગે ની જાણ કરી હતી જે બાબત ને ભરૂચ સી ડિવિઝન પોલીસે ધ્યાન ઉપર લઇ ટ્રક ડ્રાઇવર દિનેશ ની ફરિયાદ લઇ સમગ્ર બનાવ અંગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……….


Share

Related posts

પરપ્રાંતિયોને વળતર આપવા HCમાં જાહેર હિતની અરજી

ProudOfGujarat

Live accident#Tapi : 1 died, 1 injured after fatal crash between Bike and Tempo

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનો કોલ્ડેસ્ટ દિવસ

ProudOfGujarat
error: Content is protected !!