સમગ્ર ગુજરાતમાં કોરોના એ ફરી એક વખત એન્ટ્રી કરી છે તેવામાં ભરૂચ જિલ્લામાં પણ ટૂંકા વિરામ બાદ કોરોના કેસોની સંખ્યા વધતી ગઈ છે.
ભરૂચ જિલ્લામાં ટૂંકા વિરામ બાદ કોરોનાએ એન્ટ્રી કરી હોય તેમ મંદ ગતિએ કોરોના અને એમીક્રોનના કેસ મળી રહ્યા છે. તાજેતરમાં ધાર્મિક કાર્યક્રમ કરી પરત ફરેલા એક કુટુંબના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમના હાથે પ્રસાદ ગ્રહણ કરેલા લોકો પણ કોરોના પોઝિટિવ થયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની ત્રીજી લહેર અંગે તંત્ર સંપૂર્ણપણે સક્ષમ હોવાનો દાવો કરે છે પરંતુ ભરૂચ શહેરમાં જાણે કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઈ રહી હોય તેવું જાણવા મળે છે.
ઘણા લાંબા સમયથી ભરૂચ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ જણાયો નહોતો પરંતુ ટૂંક સમય પહેલાં જ એક જ કુટુંબના પાંચ સભ્યો પોઝિટિવ આવતા ભરૂચમાં પણ કોરોના એ એન્ટ્રી કરી હોય તેવું લાગે છે. હાલ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે પોઝિટિવ કેસ અને ત્રણ શંકાસ્પદ દર્દીઓ કોરોના વોર્ડમાં તબીબની દેખરેખ હેઠળ છે. તાજેતરમાં વિદેશથી આવેલા ત્રણ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં ટંકારિયા ગામના એક મહિલાને ઓમિક્રોનના સંભવિત લક્ષણો જણાતાં તેઓના સેમ્પલો લઈ અમદાવાદની લેખ ખાતે ચેકીંગ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.