Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે નદી ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા.

Share

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક” “પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગ અને એન.જી.ઓ ના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઇ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, સિંચાઇ વિભાગના અધિક્ષક ઇજનેર આર.જી.ધનકર, નાયબ કલેકટર પ્રિતેશ પટેલ ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઇએ નદી ઉત્સવ અંતર્ગત નેચરવોક (પ્રકૃતિ અને ઇકોલોજી) નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહયું કે લોકો પ્રકૃતિ પ્રત્યે જાગૃત બને, પ્રકૃતિમાં માત્ર ઝાડ નથી આવતા પ્રકૃતિમાં નાના કીટકથી માંડીને પતંગીયા, પક્ષી, પશુ દરેકનું પ્રકૃતિમાં સમાવેશ થાય છે. પ્રકૃતિ મનુષ્યના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે અને તેમાં જાગૃતિ આવે તે માટે નેચરવોક રાખેલ છે. આ તબકકે તેમણે ભરૂચ જિલ્લાની વિવિધતાની આછેરી માહિતી આપી પ્રકૃતિને માણો- શીખો અને બીજાને પણ શીખવાડીએ તેવો સંદેશ તેમણે આપ્યો હતો. અન્ય મહાનુભાવો દ્વારા પણ પ્રકૃતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પડાયું હતું.

આ અવસરે નીલકંઠ નર્સરીથી મનન આશ્રમ સુધી નર્મદા નદીના કિનારે અલગ અલગ પ્રકારના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંચાઇ વિભાગના અધિકારીગણ, રોટરી કલબ, વિવિધ એન.જી.ઓ ના સ્વયંસેવકો, એન.એન.સી કેડેટસ, વન વિભાગના અધિકારીગણ અને પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ

ProudOfGujarat

લોકડાઉનમાં બિનજરૂરી ફરતા લોકો સામે રાજપીપળા પોલીસની કડક કાર્યવાહી.

ProudOfGujarat

નવસારીમાં આરોગ્યની ટીમ એ પાણી ભરાયેલા સ્થળો એ મચ્છરના બ્રિડિંગનું કર્યું ચોકિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!